ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને વડાપ્રધાન મોદી પાસે મદદ માગી
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને ઁછદ્ગ કાર્ડ ખોવાઈ જવા અંગે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ટિ્વટ કર્યું, ‘ભારત કૃપા કરીને મદદ કરે. મારું પાન કાર્ડ ક્યાંક ખોવાઈ ગયું છે અને મારે સોમવારે ભારત આવવાનું છે, પરંતુ કામ માટે ફિઝિકલ કાર્ડની જરૂર છે. શું કૃપા કરીને કોઇ એવા વ્યક્તિ પાસે મોકલી શકાય, જેથી હું મારી મદદ માટે તાત્કાલિક સંપર્ક કરી શકું?’ પીટરસને પોતાના ટિ્વટમાં પીએમ મોદીને પણ ટેગ કર્યા છે. કેવિન પીટરસનની સમસ્યાને દૂર કરવા માટે ઇનકમ ટેક્સ વિભાગે તેમના ટ્વીટનો જવાબ આપતાં જણાવ્યું કે પાન કાર્ડ કેવી રીતે પાછું મેળવવું. ઇનકમ ટેક્સ વિભાગે ટિ્વટ કર્યું, ‘અમે તમારી મદદ કરવા માટે અહીં છીએ. જાે તમારી પાસે તમારી ઁછદ્ગ વિગતો છે, તો ફિજિકલ પાન કાર્ડ પાછું મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા માટે કૃપા કરીને આ લિંક્સની મુલાકાત લો…. ઇનકમ ટેક્સ વિભાગે આગળના ટિ્વટમાં લખ્યું, ‘જાે તમને તમારી ઁછદ્ગ વિગતો યાદ ન હોય અને ફિઝિકલ કાર્ડ રિપ્રિન્ટ માટે અરજી કરવા માટે ઁછદ્ગ શોધવાની જરૂર છે, તો કૃપા કરીને અમને ટ્ઠઙ્ઘખ્ત૧.જઅજંીદ્બજજ્રૈહર્ષ્ઠદ્બીંટ્ઠટ.ર્ખ્તદૃ.ૈહ પર સંપર્ક કરો અને દ્ઘઙ્ઘ.જઅજંીદ્બજ૧.૧જ્રૈહર્ષ્ઠદ્બીંટ્ઠટર્ખ્તદૃ.ૈહ.’ પર ઇમેલ કરો. ત્યારબાદ કેવિન પીટર્સે ઈન્કમ ટેક્સ વિભાગનો આભાર વ્યક્ત કર્યો અને આભાર કહ્યું.વીટનો જવાબ આપ્યો છે. ખરેખર કેવિન પીટરસનનું પાન કાર્ડ ખોવાઈ ગયું છે અને તેણે સોમવારે ભારત આવવું પડશે. આ કારણે તેણે ભારત અને પીએમ મોદી પાસે મદદ માંગી છે.
Recent Comments