બોલિવૂડ

ઈંસ્ટાગ્રામથી સૌથી વધુ કમાણી કરનારા ૧૦૦ લોકોની યાદીમાં બે ભારતીયો નામ જાહેર

ફિલ્મી સ્ટાર અને સ્પોર્ટ્‌સ સેલિબ્રિટિઝ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સારી એવી કમાણી કરતા હોય છે. આ તો આપણે બધાં જાણીએ છીએ, પમ શું આપે વિચાર્યું છે કે, એક પોસ્ટમાંથી તેમને કેટલાય રૂપિયા મળે છે ? હાલમાં જ  હોપ્પેર(ૐર્ॅॅીિ)એ એક લિસ્ટ તૈયાર કર્યુ છે, જેમાં ઓનલાઈન ફોટો શેયરિંગ પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ દ્વારા સૌથી વધઆરે પૈસા કમાતા સેલીબ્રિટિઝના નામ છે. આ યાદીમાં ૧૦૦ લોકો સામેલ છે. જેમાંથી બે ભારતીય છે. ઈંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સેલિબ્રિટિઝ કરોડો રૂપિયાની કમાણી કરે છે. ઈંસ્ટાગ્રામથી કમાણી કરનારા ખ્યાતનામ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ સૌથી ઉપર છે. તેમને દરેક પોસ્ટ માટે ૨૩.૯૭ લાખ ડોલર એટલે કે ૧૯.૬૨ કરોડ રૂપિયા મળે છે. હોપ્પેર(ૐર્ॅॅીિ) દ્વારા જાહેર કરવામાં આવેલી ટોપ ૧૦૦ લોકોની આ યાદીમાં બે ભારતીય પણ સામેલ છે. તેમાંથી એક ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બેટ્‌સમેન વિરાટ કોહલી અને બીજી ખ્યાતનામ અભિનેત્રી પ્રિયંકા ચોપડા છે. વિરાટ કોહલીને ઈંસ્ટાગ્રામ પર ૨૦ કરોડથી વધારે ફોલોઅર્સ છે. તેમને એક પોસ્ટ માટે ૧૦.૮૮ લાખ ડોલર એટલે કે ૮.૯૧ કરોડ રૂપિયા મળે છે. કોહલી ટોપ ઈંસ્ટાગ્રામ રિચ લિસ્ટમાં ૧૪માં સ્થાન પર રાખવામાં આવ્યો છે. તો વળી પ્રિયંકા ચોપડાને ઈંસ્ટાગ્રામ પર ૭.૭૯ કરોડથી વધારે ફોલોઅર્સ છે અને તેની એક ઈંસ્ટા પોસ્ટથી ૪.૨૩ લાખ ડોલર એટલે કે, ૩.૪૬ કરોડ રૂપિયાની કમાણી થાય છે. ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા સૌથી વધારે કમાણી કરવાની યાદીમાં તેનું સ્થાન ૨૭મું છે.

Follow Me:

Related Posts