ઈચ્છાધારી નાગીન બાદ હવે નિયા શર્મા બનશે ‘સુહાગન ચૂડેલ’
વર્ષ ૨૦૨૦માં નિયા શર્મા સીરિયલ ‘નાગિન’માં જાેવા મળી હતી. નિયા એકતા કપૂરની સિરિયલની સીઝન ૪ માં ઇચ્છાધારી નાગીનનો મુખ્ય રોલ કરતી જાેવા મળી હતી. હવે ૪ વર્ષ બાદ ટેલિવિઝનની આ કોન્ટ્રોવર્સી ક્વીન નાના પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે. નિયા શર્મા કલર્સ ટીવીના ફેન્ટેસી ફિક્શન શો ‘સુહાગન ચૂડેલ’થી ટીવી પર કમબેક કરવા જઈ રહી છે. આ વાતની પુષ્ટિ ખુદ નિયા શર્માએ કરી છે. અને આ બોલ્ડ ટેલિવિઝન અભિનેત્રી તેના નવા શોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ સીરિયલના પ્રારંભિક ટ્રેકમાં નિયા શર્માને વિલન તરીકે બતાવવામાં આવશે. ‘સુહાગન ચૂડેલ’ એક સુંદર ડાકણની વાર્તા હશે જે એક પરિણીત મહિલાના પતિને છીનવી લે છે.
આ સીરિયલ માટે અત્યાર સુધી માત્ર નિયા શર્માને જ કાસ્ટ કરવામાં આવી છે. બાકીના બે કલાકારોને આગામી સપ્તાહમાં ફાઈનલ કરવામાં આવશે. કાસ્ટિંગ પ્રક્રિયા પૂરી થયા બાદ આ સિરિયલનું શૂટિંગ આગામી ૧૫ દિવસમાં શરૂ થઈ શકે છે. નિયા શર્માના ચાહકો, જેને ‘નિયા મેનિયાક’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના ટીવી કમબેકને લઈને બધા ખૂબ જ ઉત્સુક છે. નિયા શર્મા એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે જેને બિગ બોસની દરેક સીઝન ઓફર કરવામાં આવે છે. પરંતુ દર વર્ષે નિયા આ શોમાં ભાગ લેવાની ના પાડી દે છે. જાે કે, બિગ બોસને નકારનાર નિયા શર્માએ અત્યાર સુધી ‘ખતરોં કે ખિલાડી’ અને ‘ઝલક દિખલા જા’ જેવા રિયાલિટી શોમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. પરંતુ આ બંને શોમાં નિયા કંઈ ખાસ બતાવી શકી નથી. હવે એ જાેવાનું રસપ્રદ રહેશે કે આ બોલ્ડ અને બ્યુટીફુલ ટીવી એક્ટ્રેસ ‘સુહાગન ચૂડાઈલ’ સાથે શું અદ્ભુત કામ કરવા જઈ રહી છે.
Recent Comments