બોલિવૂડ

ઈચ્છાશક્તિથી કેન્સરની બિમારીને હરાવી શક્યો : સંજય દત્ત

સંજય દત્તે ૨૦૨૦માં જ્યારે કોરોનાનો કહેર દુનિયામાં શરૂ થયો ત્યારે સંજય દત્તને કેન્સર હોવાની જાણ થઇ હતી. પરિવાર તથા મિત્રોના સપોર્ટથી સંજય દત્તે આ બીમારીને માત આપી હતી. હાલમાં જ સંજુબાબાએ પોતાની કેન્સર સામેના જંગ અંગે વાત કરી હતી. સંજય દત્તે કોરોનાકાળમાં ફિલ્મ રિલીઝ પોસ્ટપોન થવા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. સંજય દત્તે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, બહુ જ મુશ્કેલ સમય હતો. જાેકે ઇચ્છાશક્તિ તથા વિશ્વાસની આગળ કેન્સરે હાર માની લીધી. આ બન્ને બાબતોએ મને કેન્સર સામે લડવાની હિંમત આપી હતી. ભગવાનની કૃપા, પરિવારનો સપોર્ટ તથા ડોક્ટર્સની સંભાળ તથા ચાહકોની શુભેચ્છાથી હું મુશ્કેલ સમયમાંથી બહાર આવી શક્યો. સંજય દત્ત કેન્સર ફ્રી થયો પછી તેણે સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી પણ આપી હતી. સંજય દત્તે કહ્યું કે, આ વર્ષે શરમશેરા, કેજીએફ૨ તથા પૃથ્વીરાજ જેવી ફિલ્મ રિલીઝ થવાની છે. હું ઘણો જ એક્સાઇટેડ છું.

જાેકે, કોરોનાને કારણે બધું જ થઇ ગયું. ‘આ તમામ ફિલ્મ મોટા પડદા માટે બનાવવામાં આવી છે. આશા છે કે બધું ટૂંક સમયમાં સરખંુ થઇ જાય. માસ્ક પહેરવો તથા સાવચેતી રાખવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે સંજય દત્ત કેજીએફ ૨ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના વિવિધ પોસ્ટરમાં સંજય દત્તનો ડરામણો લૂક લોકોને પસંદ આવી રહ્યો છે. કેજીએફ મૂવીને લઈને પણ સારા સમાચાર છે કે મૂવી હવે નિર્ધારિત સમયે રિલીઝ થશે. આ વચ્ચે સંજય દત્ત માટે કેજીએફ પાર્ટ–૨ ખૂબ મહત્ત્વની ફિલ્મ સાબીત થઈ શકે છે. સંજય દત્ત આ મૂવીમાં વિલનના પાત્રમાં જાેવા મળશે. કેજીએફમાં સંજય દત્તના લૂકને ડરામણોે બતાવવા માટે ૧૦૦ જેટલા બ્યુટીશિયનની મદદ લેવામાં આવી હોવાની વાત પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી હતી. હવે સંજય દત્ત આ ફિલ્મમાં કેવો અભિનય કરે છે તે ફિલ્મ રિલીઝ બાદ જ જાેવા મળશે.

Follow Me:

Related Posts