ઈઝરાયલમાં હમાસનાં આતંકવાદીઓએ ૪૦ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા
ઈઝરાયલ પર હમાસના હુમલા બાદ સતત ત્યાંથી લોહીયાળ ઘટનાઓ સામે આવી રહી છે. પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસે ઈઝરાયલમાં લોહીની નદીઓ વહાવી દીધી છે. આતંકવાદી સંગઠન દ્વારા કમસે કમ ૪૦ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ત્યારે થયું જ્યારે કેટલાય સૈનિકો રિઝર્વ સેવા તરીકે બોલાવ્યા હતા. સૈનિકો પહેલાથી સૌથી ખરાબની આશા કરીને પહોંચ્યા હતા.
પણ દ્રશ્ય કલ્પનાથી પણ વધારે ભયંકર હતું. ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલ બર્બરતાપૂર્ણ હુમલા બાદ કમસે કમ ૯૦૦ ઈઝરાયલી માર્યા ગયા અને ૨૬૦૦થી વધારે લોકો ઘાયલ થઈ ગયા.. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના રિપોર્ટ અનુસારા, આ અગાઉ પહેલા દિવસમાં ૈંડ્ઢહ્લ આંતરરાષ્ટ્રીય પત્રકારોની સરહદ નજીક એક કિબુત્ઝ, કેફર અઝામાં લઈ ગયા, જ્યાં હમાસ આતંકવાદીઓ દ્વારા વિનાશકારી હુમલા દરમ્યાન લગભગ ૭૦ નિવાસીયોની હત્યા કરી દીધી હતી. આઈડીએફના મેજર જનરલ ઈતાઈ વેરુવે કહ્યું કે, આ યુદ્ધ નથી, આ યુદ્ધનું મેદાન નથી, આ નરસંહાર છે.
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના વેરુવના હવાસેથી કહેવાયું છે કે, આપ બાળકો, તેમની માતાઓ અને તેમના પિતાઓની લાશ જાેઈને હચમચી જશો કે, આતંકવાદીઓએ તેમને કેટલી ર્નિદયતાથી માર્યા છે, આ કોઈ યુદ્ધ નથી. તેમણે આગળ કહ્યું કે, આ કંઈક એવું છે, જે મેં મારા જીવનમાં ક્યારેય નથી જાેયું. અમે યુરોપમાં નરસંહાર દરમ્યાન માર દાદી અને દાદાઓની કલ્પના કરતા હતા. પણ આવું છે, જેને અમે ઈતિહાસમાં હાલમાં જાેયું છે.. આ દરમ્યાન ઈઝરાયલી વાયુ સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસે આતંકી ઠેકાણા પર વ્યાપક હુમલો કર્યો. ઈઝરાયલી વાયુ સેના અનુસાર, લડાકૂ વિમાનોએ ગાઝા પટ્ટીમાં આતંકવાદી સંગઠન હમાસના કેટલાય આતંકી ઠેકાણા પર હુમલો કર્યો. ઈઝરાયલી વાયુ સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસના આતંકીઓ પર વ્યાપક હુમલો કર્યો. ઈઝરાયલી વાયુ સેના અનુસાર, ગાઝા પટ્ટીમાં આતંકવાદી સંગઠન હમાસના કેટલાય હત્યારાઓની હત્યા કરી દીધી. ૈંડ્ઢહ્લ એ પણ કહ્યું કે, તેને અંતતઃ ગાઝા પટ્ટી સાથે સીમા પર કંટ્રોલ કરી લીધો છે. ૭૨ કલાક બાદ જ્યારે હમાસના આતંકવાદીઓએ બેરિયરના અમુક ભાગ ઉડાવી દીધા અને આક્રમણ શરુ કરી દીધા. જેમાં ૧૦૦૦થી વધારે ઈઝરાયલી માર્યા ગયા અથવા અપહરણ કરી લીધા.
Recent Comments