ઇઝરાયેલી સૈન્ય ૈંડ્ઢહ્લ એ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ હમાસના હુમલાના પ્રથમ વાર્ષિક દિવસ પર તેની કામગીરી અંગેનો અહેવાલ બહાર પાડ્યો છે. ઇઝરાયેલી સેનાએ સોમવારે ગાઝા પટ્ટી, વેસ્ટ બેંક અને લેબનોનમાં તેની કામગીરી અંગે નવા આંકડા જાહેર કર્યા છે, જેમાં ઇઝરાયેલ પર છોડવામાં આવેલા રોકેટથી લઇને લેબનોન અને ગાઝામાં ઇઝરાયેલી વાયુસેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓની સંખ્યા સામેલ છે.
ઈઝરાયેલની સેનાએ આ રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે, તેણે ગાઝામાં કેટલા હમાસ લડવૈયાઓને માર્યા છે અને તેના કેટલા સૈનિકો માર્યા ગયા છે. રિપોર્ટ અનુસાર ઈઝરાયેલની સેનાએ છેલ્લા એક વર્ષમાં ગાઝામાં લગભગ ૧૭ હજાર હમાસ લડવૈયાઓને માર્યા છે. ૭ ઓક્ટોબરે ઇઝરાયેલની સેનાએ ઇઝરાયેલમાં જ હમાસના એક હજાર લડવૈયાઓને મારી નાખ્યા હતા. વાસ્તવમાં, ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો અને લગભગ ૨૫૦ ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવ્યા અને તેમના હુમલા દરમિયાન લગભગ ૧૨૦૦ ઇઝરાયલી માર્યા ગયા. બંધકોને મુક્ત કરવા અને હમાસને ખતમ કરવા માટે, ઇઝરાયેલી સેનાએ ગાઝામાં ઓપરેશન સ્વોર્ડ શરૂ કર્યું. એક વર્ષ પછી જાહેર કરાયેલા સેનાના એક્શન રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે તેણે હમાસને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલી સેનાએ ગાઝામાં લગભગ ૪૦,૩૦૦ ટાર્ગેટ્સને નિશાન બનાવ્યા છે અને લગભગ ૪,૭૦૦ હમાસ ટનલને શોધી કાઢીને તેનો નાશ કર્યો છે. સેનાએ હમાસના આઠ બ્રિગેડ કમાન્ડર અને સમાન રેન્કના ૩૦થી વધુ બટાલિયન કમાન્ડરોને માર્યા હોવાનો પણ દાવો કર્યો છે. મળતી માહિતી મુજબ હમાસના ૧૬૫થી વધુ કંપની કમાન્ડર અને સમાન રેન્કના સભ્યો પણ માર્યા ગયા છે. આ સિવાય ૈંડ્ઢહ્લએ લેબનોનમાં તેની કાર્યવાહી પર કહ્યું કે તેણે લેબનોનમાં લગભગ ૮૦૦ આતંકવાદીઓને મારી નાખ્યા છે, જેમાંથી મોટાભાગના ઈરાન સમર્થિત સંગઠનો સાથે સંકળાયેલા હતા. લેબનોનમાં ઇઝરાયેલની સેનાએ કહ્યું કે તેણે હિઝબુલ્લાના લગભગ ૧૧ હજાર સ્થાનોને નિશાન બનાવ્યા છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં ૈંડ્ઢહ્લને હમાસ તરફથી પણ સખત પડકારનો સામનો કરવો પડ્યો છે, છેલ્લા એક વર્ષમાં હમાસ સાથેના સંઘર્ષમાં ૭૨૮ ઇઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધમાં ૪,૫૭૬ સૈનિકો ઘાયલ થયા છે.


















Recent Comments