fbpx
રાષ્ટ્રીય

ઈઝરાયેલને સમર્થન આપવું અમેરિકાને મોંઘુ પડ્યુંમલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લીધો હતો

ગાઝા યુદ્ધને લઈને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે ઈઝરાયેલ અને અમેરિકા પર પ્રહારો કર્યા છે. મલેશિયાના પીએમએ ઈઝરાયેલ પર ગાઝા યુદ્ધને લઈને ખોટા નિવેદનો ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેણે આ અંગે અમેરિકાની ટીકા પણ કરી છે. ઈબ્રાહિમે કહ્યું કે આ બધું ૭ ઓક્ટોબરે હમાસના હુમલાથી શરૂ થયું ન હતું, પરંતુ તેની શરૂઆત ૧૯૪૮માં નાકબા (પેલેસ્ટિનિયનોનું વિસ્થાપન) અને યહૂદીઓની નવી વસાહતોની સ્થાપનાથી થઈ હતી. ખાસ વાત એ છે કે મલેશિયાના વડાપ્રધાને અમેરિકાના સૌથી મોટા દુશ્મન ગણાતા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બાજુમાં બેસીને આ બધી વાતો કહી. વાસ્તવમાં અનવર ઈબ્રાહિમ રશિયાના વ્લાદિવોસ્તોકમાં આયોજિત ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમના ઈવેન્ટમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેણે અમેરિકા અને ઈઝરાયલ પર ગાઝા યુદ્ધને લઈને ખોટી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો.

ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમના એક કાર્યક્રમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બાજુમાં બેઠેલા મલેશિયાના વડાપ્રધાને અમેરિકા અને તેના સાથી ઈઝરાયેલ પર આકરા પ્રહારો કર્યા હતા. અનવર ઈબ્રાહિમે કહ્યું કે ગાઝા અંગે ઈઝરાયલના નિવેદનને સુધારવું જાેઈએ. તેમણે કહ્યું કે ઈઝરાયેલ ગાઝામાં નિર્દોષ લોકો પર બોમ્બમારો કરી રહ્યું છે અને અમેરિકામાં નેતન્યાહુ માટે તાળીઓ પડી રહી છે. મલેશિયાના પીએમએ કહ્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે પેલેસ્ટાઈન અને પેલેસ્ટાઈનના લોકોને માનવ માનવી જાેઈએ, તેમની સાથે ગુલામ અને બીજા વર્ગના નાગરિકો જેવું વર્તન કરવાનું બંધ કરવું જાેઈએ. મલેશિયાના વડા પ્રધાને પેલેસ્ટિનિયન લોકો પર અત્યાચારનો આરોપ મૂકતા કહ્યું કે, તેમની જમીનો છીનવાઈ રહી છે, તેમના ઘરોને બરબાદ કરવામાં આવી રહ્યા છે, તેમને માર મારવામાં આવી રહ્યા છે અને તેમને ખુલ્લી હવામાં રહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે જાતિ, રંગ કે ધર્મના આધારે કોઈને ન્યાય નકારી શકાય નહીં. અમેરિકા અને મલેશિયા વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્‌સ મલેશિયાના સૌથી મોટા વેપારી ભાગીદારોમાંનું એક છે અને પરંપરાગત રીતે તેને મલેશિયાનું સૌથી જૂનું અને નજીકનું સાથી માનવામાં આવે છે. પરંતુ ગાઝા યુદ્ધને લઈને મલેશિયાના વડાપ્રધાને પોતાના જ મિત્રને ફટકાર લગાવી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અનુસાર, મલેશિયા લાંબા સમયથી અમેરિકાનું મુખ્ય વેપારી ભાગીદાર રહ્યું છે. મલેશિયા દક્ષિણ-પૂર્વ એશિયામાં અમેરિકાનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ૨૦૨૩માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર ઇં૬૫.૫૫ બિલિયન થશે.

Follow Me:

Related Posts