સીબીઆઈના દરોડા બાદ મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે તેમના વિરુદ્ધ આ જૂઠ્ઠો મામલો છે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, આ ખોટા મામલા છે. હું એક ઈમાનદાર વ્યક્તિ છું. તેમણે કહ્યું કે હું અરવિંદ કેજરીવાલ ટીમની સાથે છું એટલે આ કરવામાં આવી રહ્યું છે. તેનું નિશાન અરવિંદ કેજરીવાલ છે. મનીષ સિસોદિયાએ ભાજપને લઈને સનસનીખેજ દાવો પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘મને ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે જાે હું આણ આદમી પાર્ટી છોડી ભાજપમાં સામેલ થાવ તો તમામ કેસ બંધ કરી દેવામાં આવશે.’
પરંતુ ભાજપે મનીષ સિસોદિયાના આ દાવાનું ખંડન કર્યું છે અને તેમને પૂરાવા રજૂ કરવાનું કહ્યું છે. આ મામલાને લઈને મનીષ સિસોદિયા જલદી પોતાની ધરપકડ થવાની વાત કહી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, સત્યેન્દ્ર જૈન જેલમાં છે. ૨-૩ દિવસમાં મારી ધરપકડ થઈ જશે. આ શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ રોકવાનું ષડયંત્ર છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીની આકબારી નીતિ ૨૦૨૧-૨૨ મામલામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરી લીધો છે. આબકારી નીતિ મામલામાં કથિત ભ્રષ્ટાચારને લઈને સીબીઆઈ પહેલા મનીષ સિસોદિયા સહિત ૧૫ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી ચુકી છે. સીબીઆઈએ આ મામલાને લઈને દિલ્હી સ્થિત સિસોદિયાના નિવાસ્થાન સહિત ૩૧ સ્થળે દરોડા પાડ્યા હતા.


















Recent Comments