fbpx
અમરેલી

ઈનરવ્હીલ ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા વેલકમ નવરાત્રી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી

શક્તિ સ્વરૂપ દ્વારા માં શક્તિ ની આરાધના નું પર્વ ઉજવાયું.. ઈનરવ્હીલ ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા વેલકમ નવરાત્રી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મહિલાઓ દ્વારા કરીને સમાજ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડેલ હતું. કાર્યક્રમ ની આવક નો ઉપયોગ સેવાકીય પ્રવુત્તિ માં કરવાનો ઉમદા ધ્યેય રાખવામાં આવેલ. ઈનરવ્હિલ કલબ ઓફ અમરેલી ગીર દ્વારા “શક્તિ” વેલકમ નવરાત્રી મહોત્સવ નું તુલસી પાર્ટી પ્લોટ મુકામે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી કૌશિકભાઈ વેકરીયા (ગુજરાત વિધાનસભા, નાયબ દંડક), શ્રીમતી સગુણ બેન વેકરીયા (મહિલા સરપંચ), શ્રી ધવલભાઈ ગોલ (પટેલ મંડપ સર્વિસ), શ્રી તુષાર ભાઈ જોષી (પ્રાથમિક શિક્ષણ સમિતિ નાં અધ્યક્ષ), શ્રી ઉદયન ભાઈ ત્રીવેદી (પ્રખર ધારાશાસ્ત્રી), શ્રી પિયુષભાઈ અજમેરા ( સિદ્ધાર્થ કેટરર્સ), શ્રી બિર્જુભાઇ અટારા (ટાવર ચોક વેપારી એસોસિયશનના પ્રમુખ), શ્રી પ્રતીક ભાઈ સંઘરજકા (પ્રમુખ, રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર), શ્રી અમર ભાઇ સોની (સચિવ, રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર), શ્રી ધર્મરાજ સિંહ સરવૈયા (પ્રમુખ, રોટરેક્ટ કલબ ઓફ અમરેલી ગીર) હાજરી આપી કાર્યક્રમ ની શોભા વધારી હતી.

Follow Me:

Related Posts