ગારીયાધાર. પેઇઝ 3 થ્રી Magazine આયોજિત ગુજરાતના દીકરા એવૉર્ડથી પ્રાથમિક શિક્ષક ગીરીશભાઈ ધારેયા “ગગનસર”ને સન્માનિત કરાયા.ગુજરાત સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ સુરત ખાતે પેઇઝ 3 થ્રી Magazine દ્વારા ગુજરાતના ગૌરવશાળી દીકરા / દીકરી એવૉર્ડ અર્પણ – સન્માન સમારોહ યોજાય ગયો. જેમાં શાળા – સાહિત્ય – પર્યાવરણ ક્ષેત્રે કાર્યન્વીત ભાવનગર જિલ્લાની ગારિયાધાર તાલુકાની શ્રી વાવપ્લોટ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા માં જેટલું સ્તર ધરાવતા માસ્તર ગીરીશભાઈ ઉર્ફે ગગનસર હુલામણા નામથી જાણીતા ઈનોવેટીવ શિક્ષક શ્રી ગિરીશકુમાર દેવશીભાઈ ધારૈયા સન્માનિત થયેલ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં પેઇઝ 3 થ્રી Magazine એડિટર નિખિલ મદ્રાસીના માર્ગદર્શન હેઠળ ટીવી સિરિયલ કલાકાર સંગીતા જોષી અને અમેરિકન વિઝા એક્સપર્ટ એડવોકેટ સુધીર શાહના વરદ હસ્તે એવૉર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ.
ઈનોવેટીવ શિક્ષક ગિરીશ ધારેયા ને પેઇઝ 3 થ્રી Magazine આયોજિત ગુજરાતના દીકરા એવૉર્ડથી ગુજરાત સ્થાપના દીને સન્માનિત કરાયા

Recent Comments