રાષ્ટ્રીય

ઈન્ટરનેશનલ એજન્સી નો સર્વે વિશ્વમાં સૌથી મોંઘુ શહેર હોંગકોંગ

તાજેતરમાં કરાયેલા એક નવા સર્વેમાં સામે આવ્યું છે કે વિશ્વમાં પ્રવાસીઓના રહેવા માટે હોંગકોંગ બીજા વર્ષે વિશ્વમાં સૌથી મોંઘું શહેર બન્યું છે. સર્વે અનુસાર હોંગકોંગ બાદ યાદીમાં ન્યૂયોર્ક અને જેની વાત અનુક્રમ બીજા અને ત્રીજા સ્થાને છે. માર્ચ મહિનાના સર્વે હાથ ધરનારી એજન્સી ECA ઇન્ટરનેશનલના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે ઉંચી કિંમતો અને મજબૂત ચલણના કારણે આ એશિયન શહેર સૌથી ઊંચા સ્થાને રહ્યું છે. લન્ડન જાપાન ટોક્યો પ્રથમ પાંચ શહેરમાં સામેલ છે સતત વધતા જતા ભાડાના દરોને કારણે લન્ડન અને ન્યૂયોર્ક શહેરોએ top 5 મોંઘા શહેરોમાં સ્થાન મેળવ્યું છે. બંને શહેરોમાં ભાડાની રકમ માં અનુક્રમે 20% અને ૧૨ ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી છે ઉપરાંત સિંગાપોર ડોલર નબળો પડવાની અસર પડી છે. જાપાની ચલણ યેન નબળું પડવાના કારણે જાપાનના તમામ શહેરોના રેન્કિંગમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચીનના શહેરોના રેન્કિંગ માં વધારો થયો છે.

Related Posts