રાષ્ટ્રીય

ઈન્ટરમીડિએટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-૪નું સફળ પરીક્ષણ

રક્ષામંત્રાલય પ્રમાણે આ પરીક્ષણ સાંજે આશરે સાડા સાત કલાકે કરવામાં આવ્યું. નિવેદન પ્રમાણે અગ્નિ-૪નું સફળ

પરીક્ષણ ભારતની વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધક ક્ષમતાની નીતિની પુષ્ટિ કરે છે. જાણકારી પ્રમાણે આ મિસાઇલ

૪ હજાર કિલોમીટર સુધીનું લક્ષ્ય ભેદવામાં સક્ષમ છે અને તે પરમાણુ હથિયારને પણ લઈ જઈ શકે છે. મહત્વનું છે

કે આ પહેલાં ભારતે સપાટીથી સપાટી પર માર કરનારી અગ્નિ-૫ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું.

તેની ક્ષમતા ૫ હજાર કિલોમીટરની છે. દેશની સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે આજે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ

આઈલેન્ડથી ઈન્ટરમીડિએટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-૪નું સફળ પરીક્ષણ કર્યું છે. રક્ષામંત્રાલય પ્રમાણે લોન્ચ

દરમિયાન તમામ પેરામીટર્સને મિસાઇલે સફળતાપૂર્વક હાસિલ કર્યાં છે અને તે પરીક્ષણથી ભારતની સૈન્ય

ક્ષમતાઓને મજબૂતી મળશે.

Related Posts