ઈન્ટીમેટ સીન્સના શૂટિંગ દરમિયાન રણબીર પૂછેલા પ્રશ્નો અંગેનો અભિનેત્રીએ ખુલાસો કર્યો
જ્યાં એક તરફ રણબીર કપૂરની તાજેતરની રીલિઝ થયેલી ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, ત્યારે બીજી તરફ ફિલ્મની રિલીઝથી જ આખી સ્ટાર કાસ્ટ ચર્ચામાં છે. રણબીર, બોબીથી લઈને રશ્મિકા સુધી તે ચર્ચાનો વિષય બન્યા છે. જાે કે, આ બધામાં કોઈ સૌથી વધુ લાઈમલાઈટમાં છે તો તે અભિનેત્રી તૃપ્તિ ડિમરી છે. હાલમાં જ તેણે ફિલ્મના શૂટિંગ દરમિયાનની એક ઘટના જણાવી હતી..
તૃપ્તિએ એનિમલમાં રણબીર કપૂર સાથે ઈન્ટીમેટ સીન્સ કર્યા છે. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ જાેરદાર છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને રાતોરાત લોકોએ તેને નેશનલ ક્રશનું ટેગ આપી દીધું છે. તૃપ્તિનો સીન થોડા સમય પુરતો છે પણ તે ફિલ્મમાં તે હેડલાઈનમાં રહી છે. આ બધી ચર્ચા વચ્ચે તૃપ્તિએ રણબીર સાથે ઈન્ટીમેટ સીન શૂટ કરવાને લઈને રણબીરે પુછેલા પ્રશ્નોનો ખુલાસો કર્યો હતો.. તૃપ્તિએ ખુલાસો કર્યો કે જ્યારે ઈન્ટીમેટ સીન શૂટ કરવામાં આવ્યા હતા ત્યારે સેટ પર માત્ર ૫ લોકોને જ મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત તમામ મોનિટર સ્ક્રીન પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. રણબીર વિશે, તેણે કહ્યું કે તે તેના હાલ-ચાલ પુછતો રહેતો હતો અને દર પાંચ મિનિટે રણબીર તેને પૂછતો હતો કે શું તે ખરેખર ઠીક છે અને શું તે કંફર્ટેબલ મહેસૂસ કરી રહી છે ને.. જાે કે, આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી, રણબીર અને તૃપ્તિના ફિલ્મ સાથે જાેડાયેલા દ્રશ્યોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા ખુબ વાયરલ થઈ રહ્યા છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. કબીર સિંહ અને અર્જુન રેડ્ડી જેવી ફિલ્મો બનાવી ચૂકેલા સંદીપ રેડ્ડી વાંગા દ્વારા આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે,
જેમની આ ફિલ્મ એક્શનથી ભરપૂર ભરમાર છે. ત્યારે રણબીરનો આવો એક્શન રોલ જાેઈને લોકો પણ ચકિત થઈ ગયા છે.. રણબીર કપૂરની આ ફિલ્મને લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે કે આ ફિલ્મ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જબરજસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મ ૧ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ૯ દિવસમાં તે ૬૫૦ કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ હતી. અહેવાલો અનુસાર, ફિલ્મે ૯ દિવસમાં વિશ્વભરના બોક્સ ઓફિસ પર અંદાજે ૬૬૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
Recent Comments