ભોજપૂરીના સુપરસ્ટાર ખેસારી લાલ યાદવે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં અપ્રત્યક્ષ રૂપે આત્મહત્યા કરવાની ધમકી આપી છે. તેણે સાથે એ પણ કહ્યું છે કે, તે એટલો કમજાેર નથી અને તે દરેક પરિસ્થિતિનો સામનો કરવાનું જાણે છે. વીડિયોમાં ખેસારી લાલ યાદવે કહ્યું કે, ભોજપૂરી ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો મને પણ સુશાંત બનાવવા માંગે છે. ખેસારી લાલે કહ્યું કે, તે ૨૦૧૧થી ઈન્ડસ્ટ્રીમાં આવ્યો છે. ત્યારથી તે કેટલાક લોકોને નથી ગમી રહ્યું. જેવી રીતે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સુશાંતસિંહ રાજપૂતની સાથે વર્તાવ થયો હતો તેવું જ મારી સાથે પણ થઈ રહ્યું છે. પરંતુ હું કમજાેર નથી હું એવું પગલું ક્યારેય નહીં ભરી શકું. તમારી વાતોથી કંઈ જ ફર્ક નથી પડતો. પરંતુ મેં તમારા માટે ઘણું બધુ કર્યું છે એટલા માટે મને પ્રેમ કરો મહેરબાની કરીને. હું એટલો ખરાબ નથી જેટલો તમે વિચારી રહ્યા છો.
જણાવી દઈએ કે હાલમાં જ ખેસારી લાલે કાજલ રાઘવાની ઉપર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. તેના પછી એક ઈન્ટરવ્યુંમાં કાજલે પણ કહી દીધું હતું કે, ખેસારી લાલ મને સોશિયલ મીડિયા ઉપર ગાળો અપાવી રહ્યા છે. મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યો છે. હું પણ ઈન્ટરવ્યું આપું છું પરંતુ મેં ક્યારેય એવું નથી કહ્યું કે, મારી સાથે કોઈએ છેતરપિંડી કરી છે. મને લાઈવ આવીને રડવાની આદત પણ નથી. ત્યારે હવે ફરી એક વાર ખેસારી લાલે એક વીડિયો જાહેર કરીને કાજલને જવાબ આપ્યો છે. તેણે આ વીડિયોમાં કાજલનુ નામ લીધા વગર ઘણું બધુ કહી દીધું છે.
તેણે કહ્યું કે, ખોટી વાતો બંધ કરો અને કામ ઉપર ધ્યાન આપો. કાજલના ઈન્ટરવ્યું ઉપર ખેસારી લાલે કહ્યું કે, આજકાલ દરેકના ઈન્ટરવ્યુંમાં ખેસારી ખેસારી જ ચાલે છે. તમારી પાસે પોતાનો કોઈ મુદ્દો નથી ખેસારી સિવાય. જણાવી દઈએ કે કાજલે પોતાના ઈન્ટરવ્યુંમાં ખેસારી લાલને ઘેરતા કહ્યું હતું કે, પવનસિંહના કારણે ખેસારીને સ્ટારડમ મળ્યું છે. જ્યારે આ નિવેદનને લઈને ખેસારીએ કાજલ ઉપર ટોણો માણતા કહ્યું કે, સંઘર્ષમાં મારી કોઈ ઉપલબ્ધતા નહોતી પરંતુ તેના પછી કોઈ ફિલ્મ હીટ થઈ જાય તો મને પણ સારૂ લાગે છે. મને ઘણી ખુશી થાય છે જાે એવું થાય કે ખેસારી સિવાય કોઈ ફિલ્મ હિટ થઈ ગઈ છે.
Recent Comments