ઈન્ડિયન આઈડલ ૧૨ઃ નિહાલનું વતનમાં ગ્રાન્ડ વેકલમ થયું, પરિવારને જાેતા થયો ભાવુક
દમણના રિસોર્ટમાં સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨નું શૂટિંગ આટોપી લેવાયું છે. શો છેલ્લા ૮ મહિનાથી કન્ટેસ્ટન્ટ્સના મધૂર અવાજથી દર્શકોનું મન મોહી રહ્યો છે. શો હવે ફિનાલેની નજીક છે ત્યારે મેકર્સે તમામ કન્ટેસ્ટન્ટ્સને તેમના ઘરે મોકલ્યા છે. પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ જ્યારે તેમના ઘરે ગયા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હવે નિહાલનું પણ કંઈક આવી જ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. નિહાલ મૂળ કર્ણાટકનો છે અને જ્યારે તે પોતાના ઘરે ગયો ત્યારે તેના સ્વાગતની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. જેના વીડિયો અને તસવીરો સો.મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
નિહાલ એરપોર્ટથી કાર દ્વારા ઘરે ગયો હતો. કારમાંથી નીચે ઉતરતાની સાથે જ તે તરત જ ત્યાં ઉભેલા માતા-પિતા પાસે દોડી ગયો હતો અને તેમને ભેટી પડ્યો હતો. આ દરમિયાન ભાવુકક દ્રશ્યો સર્જાયા હતા.
નિહાલના સ્વાગત માટે મંજીરા અને ઢોલ લાવવામાં આવ્યા હતા. એક પ્રકારે તેનું ગ્રાન્ડ વેકલમ થયું હતું તેમ કહી શકાય. પોતાના વિસ્તારમાં રહેતો છોકરો દેશભરમાં નામ કમાવી રહ્યો હોવાનું જાેઈને તેને જાેવા માટે ટોળેટોળા ઉમટ્યા હતા. આ વીડિયોમાં નિહાલ ડાન્સ કરતો પણ જાેવા મળી રહ્યો છે.
નિહાલને ત્યાંના પૂર્વ ધારાસભ્યએ હાર પહેરાવ્યો હતો. જે બાદ નિહાલે તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. ધારાસભ્યેએ નિહાલને ખૂબ આશીર્વાદ આપ્યા હતા.
નિહાલ માટે ખાસ કેક પણ લાવવામાં આવી હતી. તો તેની સાથે ફોટો પડાવવા માટે પણ લોકોએ પડાપડી કરી હતી. ઉલ્લેખનીય છે કે, નિહાલ ઈન્ડિયન આઈડલ ૧૨ના શ્રેષ્ઠ કન્ટેસ્ટન્ટ્સમાંથી એક છે અને આટલા સમયમાં તે ક્યારેય પણ અન્ય કન્ટેસ્ટન્ટની જેમ વિવાદમાં આવ્યો નથી.
ઈન્ડિયન આઈડલ ૧૨ ફિનાલે તરફ છે અને તેથી મેકર્સે સ્થાનિક લોકોને મનોરંજન પૂરું પાડવાનું અને શો જીતવા માટે વોટ આપવાની અપીલ કરવા માટે કન્ટેસ્ટન્ટ્સને તેમના વતન મોકલ્યા છે. તેવું પણ કહેવામાં આવી રહ્યું છે, કન્ટેસ્ટન્ટ્સ સ્થાનિકો સાથે વાતચીત કરશે અને તેના વીડિયો તેમજ તસવીરો સો.મીડિયા હેન્ડલ પર શેર કરશે.
Recent Comments