બોલિવૂડ

ઈન્ડિયન આઈડલ ૧૨માંથી કન્ટેસ્ટન્ટ આશિષ કુલકર્ણી બહાર થયો

સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨માંથી કન્ટેસ્ટન્ટ આશિષ કુલકર્ણી બહાર થયો છે. આ સાથે જ શોને ટોપ ૬ કન્ટેસ્ટન્ટ્‌સ મળી ગયા છે. ‘આશા ભોસલે સ્પેશિયલ’ એપિસોડ બાદ તમામ કન્ટેસ્ટન્ટ્‌સને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. ત્યારપછી જજ અનુ મલિકે કહ્યું હતું, ‘આ વખતનો ર્નિણય સંપૂર્ણ રીતે જનતાએ લીધો છે’. અરુણિતા કાંજીલાલને સૌથી વધારે જ્યારે આશિષને સૌથી ઓછા વોટ મળ્યા હતા. ટોપ ૬ કન્ટેસ્ટન્ટ્‌સમાં પવનદીપ રાજન, સાયલી કાંબલે, નિહાલ, શન્મુખપ્રિયાસ, અરુણિતા અને દાનિશ છે.

ઈન્ડિયન આઈડલ ૧૨ ગ્રાન્ડ ફિનાલેની નજીક છે અને તેવામાં આશિષ બહાર થતાં દર્શકોએ ર્નિણયને ‘ગેરવાજબી’ ગણાવ્યો છે. આશિષના એલિમિનેશન બાદ કેટલાક લોકોએ ટિ્‌વટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, આશિષના બદલે શન્મુખપ્રિયાને બહાર કરવી જાેઈતી હતી.

Related Posts