fbpx
બોલિવૂડ

ઈન્ડિયન આઈડોલના શોમા કોરોનાની એન્ટ્રીઃ લોકપ્રિય સ્પર્ધક પવનદીપ સંક્રમિત

લોકપ્રિય રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલના સ્ટેજ પર પણ કોરોનાની એન્ટ્રી થઈ ચુકી છે.જેના પગલે તમામ સ્પર્ધકો, જજ અને શો સાથે જાેડાયેલા બીજા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

થોડા દિવસ પહેલા આ શોના હોસ્ટ આદિત્ય નારાયણ કોરોનાથી સંક્રમિત થયા હતા.એ પછી શોના લોકપ્રિય સ્પર્ધક પવનદીપ રાજન પણ કોરોના પોઝિટિવ થયો છે. પવનદીપને હોટલના રુમમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે.

હવે શોના બીજા સ્પર્ધકો, જજાે અને સેટ પર કામ કરતા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેમના રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે.આ શોના જજ તરીકે સિંગર નેહા ક્કકર તેમજ સંગીતકાર વિશાલ દદલાણી અને હિમેશ રેશમિયા છે.

તકેદારીના ભાગરુપે શોના તમામ સ્પર્ધકને પહેલેથી જ જુહુની એક હોટલના બાયોબબલમાં રાખવામાં આવ્યા છે.જાેકે પવનદીપને છેલ્લા કેટલાક દિવસથી તાવ આવી રહ્યો હતો અને થોડી નબળાઈ લાગતી હતી.જેના પગલે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts