fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટમાં રાજકોટનો યુવાન ઝળહળ્યો

રાજકોટના સચિન નિમાવતની.., જેણે માત્ર ધોરણ ૭ સુધીનો જ અભ્યાસ કર્યો છે. એક સમયે સ્કૂલ ફી ભરવાના પણ ફાંફાં હતાં ત્યારે યુવકે પાનની દુકાન પર કામ કરવાનું શરૂ કર્યું. એક દિવસ સોશિયલ મીડિયામાં હાથ પર ચાલતા સ્ટંટનો વીડિયો નિહાળી હેન્ડસ્ટેન્ડ કરવાનું શરૂ કર્યું અને આજે સચિન દીવાલ પર, રેલિંગ પર, ચકરડી, બ્રિજ પર દોડીને કે ચાલીને અનેક રીતે હાથ પર ચાલી શકે છે.

તમે પણ એકવાર જાેશો તો ચકિત થઇ જશો. ગૌરવની વાત તો એ છે કે રાજકોટનો આ યુવક ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચી ગયો. જાેકે ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચવા સચિને ઘણી મહેનત પર કરવી પડી છે. હાથ તૂટ્યો, પ્લેટ આવી, પાણીનો ગ્લાસ પણ ન ઊંચકી શકે એવી સ્થિતિ થઇ ગઈ હતી. એક સમય એવો પણ હતો, જ્યારે હાથ પર ઊભા રહેવાની વાત તો દૂર, હાથ હવામાં ઊંચો કરવા લાયક પણ નહોતો રહ્યો. લોકોએ તો કહ્યું પણ ખરા કે હવે સચિને જિમ્નેસ્ટિકને ભૂલી જ જવું જાેઈએ. એમ છતાં સચિન હિંમત ન હાર્યો અને આજે અહીં સુધી પહોંચ્યો છે. અમેરિકાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચવાનું સચિનનું સ્વપ્ન છે. પોતાની આ સિદ્ધિ અંગે સચિને જણાવ્યું હતું કે એક સમયે સ્કૂલમાં ૯૦૦ રૂપિયા ફી ભરવાની હતી, પણ જાે એ આપું તો ખાઉં શું? ઘર ચલાવવામાં મોટો ખાડો પડે એટલે માંડી વાળ્યું.

હાથ પર ચાલવાનો એક વીડિયો ઓનલાઇન જાેઈને મેં હેન્ડસ્ટેન્ડ શરૂ કર્યું હતું, મને તરત જ ફાવટ આવી ગઈ. શરૂઆતમાં બે હાથ પર અને પછી એક હાથ પર શરૂ કર્યું. એના માટે કાંડા મજબૂત હોવા જરૂરી છે, નહીંતર વજનને કારણે કાયમી ખોટ આવી શકે છે. એના માટે ધૂળ ભરેલી ગૂણીમાં પંચ મારીને પ્રૅક્ટિસ કરી, જાે લોહી નીકળે તો પાણીની ડોલમાં હાથ બોળી દેતો. વ્હોટ્‌સએપ ગ્રુપમાં મારો એક નાનકડો વીડિયો પોસ્ટ કર્યો અને જિમ્નેસ્ટિકના મેડમનો કોલ આવ્યો કે તમે બાળકોને ટ્રેનિંગ આપી શકો? મને ન તો અંગ્રેજી આવડતું, ન તો ટ્રેનિંગ આપવાની ખબર કે ન તો જિમ્નેસ્ટિક શું છે એની કોઈ ખબર હતી. પણ જયારે તેમણે મને સર કહીને બોલાવ્યો તો મને એમ લાગ્યું કે જે હું કરું છું એમાં કંઈક તો વાત છે.

આ પ્રસંગે મને પહેલી વાર સન્માન મળ્યું. હું હેન્ડસ્ટેન્ડ ૮૫ જગ્યાએ કરી ચૂક્યો છું, દીવાલ, રેલિંગ, ચકરડી, બ્રિજ પર દોડીને કે ચાલીને અનેક રીતે કરી શકું છું. એક વખત હાથ તૂટ્યો, પ્લેટ આવી, પાણીનો ગ્લાસ પણ ન ઊંચકી શકું એવી સ્થિતિ થઇ ગઈ. જાેબ બંધ થઇ ગઈ અને પગાર પણ બંધ, જવાબદારી તો એટલી જ હતી. હાથ પર ઊભા રહેવાની વાત તો દૂર, હાથ હવામાં ઊંચો કરવા લાયક પણ નહોતો. ધીમે ધીમે અલગ અલગ વસ્તુઓ બાંધીને પ્રેક્ટિસ કરી. લોકોએ તો મનાઈ કરી દીધેલી કે હવે મારે જિમ્નેસ્ટિકને ભૂલી જ જવું જાેઈએ. પાણીની બોટલ બાંધી, ટાયર બાંધ્યા એક ટાયરથી શરૂઆત કરી અને પછી વધારતો ગયો.

Follow Me:

Related Posts