રાષ્ટ્રીય

ઈન્દોરમાં ઈમારતમાં આગ લાગતા ૭ લોકોના મોત

ઈન્દોરના સ્વર્ણબાગ કોલોનીમાં એક ઈમારતમાં આગ લાગી. સાત લોકો આ આગમાં જીવતા ભડથું થઈ ગયા. સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા જ્યારે ૧૧ અન્ય લોકોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આગના કારણ વિશે એવું કહેવાઈ રહ્યું છે કે વીજળીના મીટરમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી અને તેણે સૌથી પહેલા ઈમારતના પાર્કિંગમાં ઊભેલી ગાડીઓને પોતાની ઝપેટમાં લીધી. જે લોકોના આ આગમાં દર્દનાક મોત થયા છે તેમાના મોટાભાગના લોકોના મોત દમ ઘૂંટવાથી થયા હોવાનું કહેવાયું છે. પોલીસના જણાવ્યાં મુજબ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને આ મામલે હાલ વિસ્તૃત તપાસ ચાલી રહી છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં વહેલી સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ત્રણ માળની એક રહેણાંક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા સાત લોકોના દર્દનાક મોત થયા છે. આ જાણકારી પોલીસે આપી.

Related Posts