ઈન્દોરમાં પ્રવાસી ભારતીય સંમેલનમાં NRIએ કર્યો હોબાળો
ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન થઈ રહ્યું છે. ત્રણ દિવસીય આયોજનના બીજા દિવસે પીએમ મોદી પણ સામેલ થયા હતા. આ દરમિયાન કેટલાય એનઆરઆઈને જગ્યા ન મળતા હોબાળો થયો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સીટ ન મળતા આક્રોશિત લોકો દેખાઈ રહ્યા છે. આ વીડિયો પર કેટલાય લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. વીડિયોમાં એનઆરઆઈ કહે છે કે, જાે સેવા કરવાની શક્તિ ન હોય તો ન બોલાવો. તો વળી ત્યાં બેઠેલા લોકો તેમની વાતનું રિએક્શન આપી રહ્યા છે. વીડિયોમાં એનઆરઆઈ ગુસ્સે થયેલા જાેવા મળે છે. ભારતીય પ્રવાસી સંમેલનમાં ભાગ લેનારા દુનિયાભરથી લગભગ ત્રણ હજાર પ્રવાસી ભારતીય ઈન્દોર પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી મોદી અહીં આવ્યા હોવાથી લોકોમાં ખૂબ ઉત્સાહ છે. અને તેમને પોતાની આંખોથી જાેવા માગતા હતા. આયોજન સ્થળ પર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, પણ આયોજન સ્થળ પર પ્રધાનમંત્રી આવ્યાના કેટલાય કલાક પહેલાથી હોલ ભરાઈ ગયો અને એનઆઈઆરને હોલમાં જતાં રોકવામાં આવ્યા હતા. જે એનઆઈઆર સ્થળ પર પહોંચી શક્યા નહીં, તેમના નિવેદનોને કોંગ્રેસે વીડિયો જાહેર કરીને સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા. ૧૭માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ભાગ લેવા આવેલા કેટલાય પ્રવાસી ભારતીયોમાં નારાજગી એ વાતને લઈને હતી કે, તે ત્યાં એન્ટર થઈ શક્યા નહીં. જ્યાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરવાના હતા. આવા એનઆઈઆરનો વીડિયો કોંગ્રેસે જાહેર કરીને સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા. તો વળી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અસુવિધા બદલ માફી માગી છે.
Recent Comments