રાષ્ટ્રીય

ઈન્દોરમાં બે યુવકોએ રસ્તા વચ્ચે કરેલા લગ્નનો વીડિયો વાઈરલ થતા શરુ થયો હંગામો

સુપ્રીમ કોર્ટે સમલૈંગિક વિવાહનો મામલો ભલે સંસદ પર છોડી દીધો હોય, પણ ઈન્દોરના રાજબાડે પર થયેલા એક સમલૈંગિક લગ્ને હોબાળો મચાવ્યો છે. આ વિવાહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બેત્રણ દિવસથી વાયરલ છે. તેમાં બે યુવકો, વર અને વધૂ બનીને એક્ટિવાથી રાજબાડા પર આવે છે. રાજબાડા પર પહોંચતા જ તેઓ ગાડી ઊભી રાખે છે. ત્યાર બાદ રસ્તાની વચ્ચે પ્લેટમાં અગ્નિ પ્રગટાવે છે. આ પ્લેટને તે રસ્તાની વચ્ચે હવન કુંડની માફક ઉપયોગ કરે છે. ત્યાર બાદ તે એક બીજાને હાર પહેરાવે છે અને પ્લેટની આગની ચારેતરફ ફેરા લેવા લાગે છે. આ દરમ્યાન ત્યાં હાજર લોકો તેનો વીડિયો બનાવે છે. વર-વધૂના ગઠબંધન બાદ પહેલા છોકરો ચાલે છે અને બાદ ફેરા લેવા માટે વધૂને આગળ કરી દે છે. આ દરમ્યાન તે તેને લાત મારતો પણ દેખાય છે. ફેરા લીધા બાદ બંને ત્યાં ઊભેલા લોકોના આશીર્વાદ લે છે. સાથે જ ત્યાં હાજર પોલીસકર્મીઓના પગે પડે છે. આ ડ્રામાનું રેકોર્ડિંગ બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેવામાં આવ્યો. અપલોડ કરતા જ વીડિયો વાયરલ થવા લગ્યો.

આ વાયરલ થતાં સમગ્ર ઈન્દોરમાં હડકંપ મચી ગયો છે. હવે ધર્મ અને સંસ્કૃતિ બચાવો સમિતિના અધ્યક્ષ લખન દેપાલે તેની ફરિયાદ સરાફા પોલીસ ચોકીમાં કરી છે. તેમણે કહ્યું કે, ત્રણ યુવકોએ સમલૈંગિકતાને પ્રોત્સાહન આપવા માટે નકલી લગ્નનો એક વીડિયો બનાવ્યો છે. તેમાં અગ્નિ માતાને નીચે જમીન પર રાખીને જૂતા પહેરીને ફેરા લેવામાં આવી રહ્યા છે. ફેરા લેતા યુવતીને લાત મારવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જૂતાની સાથે સાત ફેરા લેવામાં આવી રહ્યા છે. તેનાથી અમારી હિન્દુ ધર્મની મજાક ઉડે છે. અમે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી છે. ધર્મ અને સંસ્કૃતિ બચાઓ સમિતિએ માગ કરી છે કે, હિન્દુ ધર્મના રીતિ રિવાજાેની મજાક બનાવનારાને પોલીસ ચોકીએ બોલાવીને જાહેરમાં માફી મગાવવી જાેઈએ. સાથે જ તેમના સોશિયલ મીડિયા આઈડી બંધ કરી દેવા જાેઈએ. સમિતિના અધ્યક્ષ લખન દેપાલેએ કહ્યું કે, ઈન્દોરનું નામ ખરાબ કરનારા તત્વો પર એક્શન લેવામાં આવે. કહેવાય છે કે, રીલ્સ બનાવવા માટે આ કારનામો કર્યો છે. આ વીડિયો બનાવનારા ઈન્દોરના જ બે યુવકો છે. તેમાં એક ગીતાશું નાગવંશી મિમિક્રી આર્ટિસ્ટ તથા કોમેડિયન છે, જેને ઈલૂના નામથી ઓળખે છે. તો વળી બીજાે આદિત્ય છે. બંને આવી રીતે કોમેડી વીડિયો બનાવે છે. આ અગાઉ પણ તેઓ છપ્પન દુકાન પર ન્હાવાનો વીડિયો બનાવી ચુક્યા છે.

Related Posts