fbpx
રાષ્ટ્રીય

ઈન્દોરમાં મહિલા કોન્સ્ટેબલે રસ્તામાં પ્રધાનમંત્રીનો કાફલો રોકયો, બાદમાં જે થયું તેને દિલ જીતી લીધું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ઈન્દોરમાં આયોજીત ૧૭માં પ્રવાસી ભારતીય સંમેલનમાં સામેલ થયા હતા. પીએમ મોદી સવારે ૧૧ કલાકે બ્રિલિયંટ કન્વેંશન સેન્ટરમાં પહોંચીને ભારતીય દિવસ સંમેલનનો શુભારંભ કર્યો હતો. આ અગાઉ પીએમ મોદીનો કાફલો ઈન્દોરના ગાંધીનગર ચોક પર પહોંચ્યો તો, તે સમયે રસ્તામાં અચાનક એક એમ્બ્યુલન્સ આવી ગઈ. તેને જાેતા જ ઘટનાસ્થળ પર તૈનાત એક મહિલા પોલીસ કર્મીએ પોતાની સૂઝબૂઝ વાપરીને પ્રધાનમંત્રી મોદીના કાફલા પહેલા જ એમ્બ્યુલન્સને જવા દીધી હતી. હકીકતમાં ઈન્દોરના જે રોડથી પીએમ મોદીનો કાફલો પસાર થવાનો હતો, ત્યાં પર સેંકડોની સંખ્યામાં પોલીસ કર્મી તૈનાત હતા. પ્રધાનમંત્રી આવે તે પહેલા એક કલાકથી ત્યાં અવરજવર અટકાવી દીધી હતી. કોઈને પણ ત્યાં આવવાની પરવાનગી નહોતી. પણ જેવો પીએમ મોદીનો કાફલો ગાંધીનગર ચોક પર આવ્યો તો ઘાર રોડથી હોર્ન વગાડતી એક એમ્બ્યુલન્સ આવી ગઈ.

ત્યારે આવા સમયે તમામ પોલીસ કર્મી હૈરાન હતા કે, આખરે હવે શું કરવામાં આવે. પીએમના કાફલા સામે એમ્બ્યુલન્સને કાઢવા માટે ઈન્દોરના રસ્તા પર તૈનાત કોન્સ્ટેબલ લક્ષ્મી આગળ આવી. લેડી કોન્સ્ટેબલ સૌથી પહેલા એમ્બ્યુલન્સની નજીક આવી અને તેમા જઈને ચેક કર્યું કે, આખરે દર્દીની હાલત કેવી છે. પણ સ્થિતીની ગંભીરતા જાેતા મહિલા કોન્સ્ટેબલે પોતાની સૂઝબૂઝ વાપરી. તાત્કાલિક તેણે રોડ પરથી એમ્બ્યુલન્સને હોસ્પિટલે પહોંચાડી. જાે કે, થોડી વાર સુધી પીએમનો કાફલો ત્યાં રોકાઈ રહ્યો. ત્યાર બાદ પ્રધાનમંત્રીનો કાફલો એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ બ્રિલિયંટ કન્વેંશન સેન્ટર માટે નીકળી ગયો હતો.

Follow Me:

Related Posts