ગુજરાત

ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હવે મને બદનામ કરવાની ધમકી આપે છેઅમદાવાદમાં ઘાટલોડિયામાં રહેતી ૨૮ વર્ષની એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી

સોશિયલ મીડિયાના જમાનામાં તેમ મળો કે ના મળો પણ ઓનલાઈન તો મળી જાઓ જ છો. પહેલાં એકબીજાને વાત કરવાના પણ ફાંફા પડતા હતા. સોશિયલ મીડિયાનો દિવસેને દિવસે દુરોપયોગ વધી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાતચીત સમયે કેટલું ધ્યાન રાખવું એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તમારી દરેક વાતચીત સેવ થવાની સાથે સ્ક્રીન શોર્ટ રહે છે. તમને એમ કે તમે એ ભૂલી જશો પણ સામેવાળો તમને ભૂલવા દેશે નહી. આવો જ એક કિસ્સો અમદાવાદની પરીણિતા સાથે બન્યો છે. જે હવે પોલીસ સ્ટેશને પહોંચી છે. આ પ્રકરણમાં અમે જાણી જાેઈને નામને ટાળી દીધા છે. અમદાવાદમાં ઘાટલોડિયામાં રહેતી ૨૮ વર્ષની એક પરિણીતા મૂળ પેટલાદની છે.

પરિણીતાએ અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, હું મારા પરિવાર સાથે છેલ્લા સાત વર્ષથી ભાડાના મકાનમાં રહું છું અને હું ગૃહિણી છું. મારા પતિ સતાધાર ચાર રસ્તા ખાતે આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. અને હું સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામનો છેલ્લા સાત વર્ષથી ઉપયોગ કરું છું. ગઈ તા-૦૫/૧૦/૨૦૨૩ ના રોજ હું મારા ઘરે હાજર હતી દરમિયાન ઈન્સ્ટાગ્રામ આઈ.ડી ઙ્ઘિદૃૈજરટ્ઠઙ્મ૨ ૦૫૫ ઉપરથી મારા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી ઉપર ફ્રેન્ડ રીકવેસ્ટ આવેલી જે ફ્રેન્ડ રીકવેસ્ટ મેં સ્વીકારી હતી.

જેના બાદ સામેવાળા આઈ.ડી ધારકે મને ૐૈં કરીને મેસેજ કર્યા હતા. ત્યાર બાદ અમે બંન્ને એકબીજા સાથે પર્સનલ વાતચીત કરી હતી. ત્યારબાદ તેણે મારી પાસે બિભત્સ પ્રકારના ફોટા માંગ્યા હતા, જે મેં તેને મોકલ્યા ન હતા. જેથી તેણે મનમાં લાગી આવતાં અમારી એકબીજા સાથે કરેલ વાતચીતની ચેટ મારા પતિના આઇ.ડી. ઉપર વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મે રીક્વેસ્ટ અનફ્રેન્ડ કરી દીધી હતી. ત્યાર બાદ તા-૦૮/૧૦/૨૦૨૩ ના રોજ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી ઙ્ઘિદૃૈજરટ્ઠઙ્મ૨૦૫૫ ઉપરથી મને સમાજમાં બદનામી થાય તેવા ગંદા-બિભત્સ પ્રકારના મેસેજાે કરાયા હતા અને મારા પર્સનલ ચેટ મારા પતિને મોકલી આપવાની ધમકી અપાઈ હતી.

એટલુ જ નહિ, મારી પાસેથી રૂ.૧૦,૦૦૦/- ની માંગણી કરી મને કોટક મહિન્દ્રા બેંકના ખાતા નંબર-૫૮૪૮૧૮૫૫૯૯ આઈ.એફ.એસ.સી કોડ-દ્ભદ્ભ મ્દ્ભ૦૦૦૨૫૭૩ ની વિગત મોકલી આપી હતી. પરંતુ મેં તેને કોઈ નાણાં ચુકવ્યા ન હતા. જેથી આ ઙ્ઘિદૃૈજરટ્ઠઙ્મ૨૦૫૫ નામના ઈન્સ્ટાગ્રામ આઇ.ડી. ધારકની સામે તપાસ કરવામા આવે. આમ ગઈ તા-૦૫/૧૦/૨૦૨૩ થી આજદિન સુધી કોઈ અજાણ્યા ઈસમે સોશિયલ સાઈટ ઇન્સ ટોગ્રામ ઉપર ઙ્ઘિદૃૈજરટ્ઠઙ્મ૨૦૫૫ નામની આઈ.ડી બનાવી મારી સમાજમાં બદનામી થાય તેવા ગંદા-બિભત્સ પ્રકારના મેસેજાે કરી અને મારી પર્સનલ ચેટ મારા પતિના આઇ.ડી. ઉપર વાયરલ કરવાનુ જણાવી

મારી પાસે રૂ.૧૦,૦૦૦/- ની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોય આ ઙ્ઘિદૃૈજરટ્ઠઙ્મ૨૦૫૫ નામની ઈન્સટાગ્રામ આઈ.ડી બનાવનાર અજાણ્યા ઇસમ વિરુધ્ધ ધોરણસર થવા ફરિયાદ છે. આ ઘટના દેખાડે છે કે સોશિયલ મીડિયા સાઈટ્‌સ પર વાતચીત કરતાં તમારે કેટલું ધ્યાન રાખવાની જરૂર છે. પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે પણ આ કેસો સમાજમાં બદનામી આપે છે.

Related Posts