અમરેલી

ઈફકોની ઉપોબ્ધીને કેન્દ્રની મહોર

આયાતી રાસાયણીક ખાતરથી દેશના હુંડીયામણને થતુ નૂકશાન દૂર કરવાની મથામણ કરતી દેશની ફર્ટીલાઈઝર સંસ્થા ઈફકોએ સ્વનીર્ભરતામા દેશમા ડંકો વગાડી દીધો છે, નેનો યુરીયા બાદ નેનો ડીએપી (પ્રવાહી) ખાતર શોધને કેન્દ્રએ મંજુરીની મહોર મારતા આનંદ છવાયો છે ત્યારે દેશના જનપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ–સહકાર મંત્રી અમીતભાઈ શાહનો દિલીપ સંઘાણીએ હદયપૂર્વક આભાર માનેલ છે.

સાથોસાથ નેનો ડીએપી ના સંશોધન કાર્યમાં જોતરાયેલ ઈફકોના વૈજ્ઞાનિકો અને કર્માચારીઓને દેશના કિસાનોને આત્મનિર્ભર બનાવતી ઉપલબ્ધી બદલ અભિનંદન પાઠવી બિરદાવ્યા હોવાનું અખબારી યાદીમા જણાવાયેલ છે.

Related Posts