ઈફકો ચેરમેન અને દિલીપભાઈ સંઘાણી,ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિી ટી.પી.અને એમ.ટી. ગાંધી ગર્લ્સ હાઈસ્કૂલ-પ્રાથમીક શાળાના સંયુકત ઉપક્રમેશાળા પ્રવેશોત્સવ,ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ
ઈફકો ચેરમેન અને સંસ્થા પ્રમુખ દિલીપભાઈ સંઘાણી, ના.દંડક-ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિીયા ની ઉપસ્થિતીમા શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલીત શ્રી મોહનલાલ વિરજીભાઈ પટેલ કન્યા વિર્ધાલય અમરેલી તેમજ તે સંચાલિત ટી.પી.અને એમ.ટી. ગાંધી ગર્લ્સ હાઈસ્કૂલ-પ્રાથમીક શાળાના સંયુકત ઉપક્રમેશાળા પ્રવેશોત્સવ,ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ
શૈક્ષણિક સંસ્થા એ જીવનધડતર અને સંસ્કારનું દ્રાર છે, વિદ્યાર્થી-વિદ્યાર્થીની મા-સરસ્વતિના સાધક છે તેથી જ કારકિર્દીનું પ્રથમ સ્થાન શિક્ષણ સંસ્થામા પ્રથમ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને સત્કાર સાથે પ્રેરણા પ્રદાન કરવાના હેતુંસર શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલીત પટેલ કન્યા વિદ્યાલય, ટી.પી.અને એમ.ટી.ગાંધી ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ પ્રાથમીક શાળાના સંયુક્ત યજમાનપદે તા.૨૦/૦૭/૨૦૨૪, શનિવારના રોજ સવારના ૦૯-૩૦કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામા આવેલ છે. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ઈફકોના ચેરમેન અને સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ સંઘાણી અને દિપ પ્રાગટય ના.મુખ્ય દંડક-ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા દ્રારા કરવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જીલ્લા શિક્ષણાધિકારી એમ.બી.ગોહિલ, સમાજ સુરક્ષા અધિકારી રવિરાજસિંહ ખેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના આયોજન અંગેની તૈયારીઓ પ્રાથમીક શાળાના આચાર્યા હંસાબેન કાનાણી, ગાંધી ગર્લ્સ હાઈસ્કૂલના ઈન.આચાર્યા ક્રિષ્નાબેન ગેવરીયા, પટેલ કન્યા વિદ્યાલયના આચાર્યા અરૂણાબેન માલાણી સહિતના કાર્યક્રમના આયોજન અંગેની તૈયારીઓ કરી રહયાનું સંસ્થાની અખબારી યાદીમા જણાવેલ છે.
Q+
Recent Comments