દેશના પશુધનનું જતન થાય, ડેરી ઉદ્યોગ ઉત્પાદનોમા વધુ અગ્રેસર નિવડે, બાગાયત ખેતિ દ્રારા કિસાનો વધુ ઉત્પાદન અને સારૂ વળતર મેળવી શકે તેમજ નાના–મધ્યમ ઉદ્યોગોમા નવિનતમ્સુ ધારાવધારા સાથે નવી પ્રોત્સાહક નિતિના સહિયારા આદાન–પ્રદાનમા સહકાર–સરકારે હાથ મીલાવી કેટલાક અસરકારક
સુધારા વધારાના સંકલ્પો જાહેર કર્યા છે તેમ દેશની રાજધાની દિલ્હી ખાતે આ અંગેની એક મહત્વપૂર્ણ બેઠકને સંબોધતા રાષ્ટ્રિય સહકારી નેતા દિલીપ સંઘાણીએ જણાવેલ છે.
ઈફકો અને કેન્દ્ર સરકારના વાણિજય વિભાગ તળેની નેશનલ પ્રોડકટ કાઉન્સિલ(એનપીસી) એ આ દિશામા સામુહિક પ્રયાસનો સંકલ્પ જાહેર કરીને સાથે મળીને કામ કરવાનો ઓછા ખર્ચ આધારીત ખેતિ અને પશુપાલન વ્યવસાઈમા ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને વધુમાવધુ પ્રોત્સાહ આપવા સાથે વિભિન્ન ખેત ઉત્પાદન અને રોકડીયા પાકો તરફ બાગાયત યોજનાઓ માટનો કામો સંકલ્પમાં સમાવાયા છે. ભારતના અર્થતંત્રની મજબૂતાઈ માટે તેમ આત્મનિર્ભર
પ્રધાનમંત્રીના લક્ષને પ્રાપ્ત કરવા, નાણાકીય ડીઝીટલ વ્યવહારો અને યુવાનોમા વ્યાવસાઈક મેનેજમેંન્ટના જ્ઞાન પીરસાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામા આવી.
ઈફકો–એન.પી.સી. સંયુકત ઉચ્ચસ્તરીય બેઠકને દિલીપ સંઘાણી ઉપરાંત એન.પી.સી.ના ડાયરેકટર જનરલ સંદિપ નાયક, ઈફકોના એમ.ડી. ડો. યુ.એસ.અવસ્થી, ઈફકોના ડીરેકટર (માર્કેટિંગ ) યોગેન્દ્રકુમાર એ સંબોધિત કરી હતી. આ તકે બન્ને સંસ્થાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હોવાનું સંસ્થાની યાદીમા જણાવાયેલ છે.
Recent Comments