ગુજરાત

ઈમરજન્સીના કિસ્સામાં ફાયર બ્રિગેડ ૧૦૧ નંબર ફોન કરી જાણ કરવા અનુરોધ

 દિવાળી પર્વ નિમિત્તે અમરેલી જિલ્લામાં કોઈ આકસ્મિક ઘટના કે આગના બનાવ કે અન્ય કોઈ અનઈચ્છનીય બનાવ ન બને તેમજ લોકોની સલામતી જળવાય તે માટે જાહેર જનતાને તકેદારી જાળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

(૧) નાગરિકોએ ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડવા અને આજુબાજુ કોઈ જ્વલનશીલ અથવા દાહક પદાર્થ નથી તેનું ખાસ ધ્યાન રાખવું. (ર) હમેશા લાયસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસેથી ફટકડા ખરીદવા. (૩) ફટાકડાના લેબલ પર છાપેલી સૂચનાઓ વાંચવી અને તે મુજબ સાવધાની રાખો, ફટાકડાને બંધ કન્ટેનરમાં સંગ્રહ કરો અને તેનો આસપાસના કોઈપણ દાહક અથવા જ્વલનશીલ પદાર્થોથી દૂર રાખો, ફટાકડા સળગાવતી વખતે સલામત અંતર જાળવો. (૪) ફટાકડા ફોડતી વખતે, તમારા વાળને શોગ્ય રીતે બાંધો, ખાસ કરીને તે કરીને વાળ લાંબા હોય તો તમે શું પહેરો છો તેના પર નજર રાખો, લાંબા અને ઢીલા કપડાં પહેરવાનું ટાળો કારણ કે તેમાં આવે લાગવાની શકયતા રહેલી છે. તેના બદલે, ફીટ કરેલા કોટનના કપડાં પહેરો. (૫) તમારું બાળક તમારી દેખરેખ હેઠળ ફટાકડા ફોડે છે તેની ખાતરી કરો, બાળકોનું વિશેષ ધ્યાન રાખો.

(૬) જો ફટાકડાનો અવાજ બહેરાશભર્યા હોય તો નુકસાન ટાળવા માટે તાણ કાનમાં કૉટન પ્લગ મૂકો. (૭) શ્વસન સંબંધી કોઈપણ પ્રકારની રામસ્યાવાળા લોકોએ ઘરની અંદર જ રહેવું જોઇએ. તમારી છતની ટોચ પરથી કોઇપણ જ્વલનશીલ પદાર્થને દૂર કરવાની ખાતરી કરો.

(૮) ફટાકડા ફોડતી વખતે ફૂટવેર પહેરો, હાથમાં ફટાકડા ફોડશો નહીં, સળગતી મીણબત્તીઓ અને દીવાઓની આસપાસ ફટાકડા ખુલ્લા ન છોડો.

(૯) વીજળીના થાંભલા અને વાયરો પાસે ક્યારેય કટાકડા ફોડવા નહીં. (૧૦) અડધા બળી ગયેલા ફટાકડાને ક્યારેય ફેંકશો નહીં કે અડકશો નહિ તે જ્વલનશીલ પદાર્થ પર પડી શકે છે અને આગ પ્રગટાવી શકે છે.

(૧૧) બહાર સિલ્ક અને સિન્થેટિક ફેબ્રિક ન પહેરો.

(૧૨) ફટાકડા ફોડવા માટે ઓપન ફાયર (મેસ અથવા લાઇટર) નો ઉપયોગ કરવાનું ટાળો. તેના બલે ફટાકડા ફોડવા માટે સ્પાર્કલર, લાંબા ફાયર વાળું લાકડું અથવા અગરબત્તીનો ઉપયોગ કરો.

(૧૩) કોઈ અણબનવની અંદર ફટાકડા ફોડવાનો પ્રયાસ ક્યારેય કરશો નહીં. (૧૪) જો ફટાકડા ફૂટવામાં વધુ સમય લાગે તો તેની સાથે છેડછાડ કરવાનું ટાળો, ફટાકડાથી સુરક્ષિત અંતર જાળવો અને તેનો ફેલાવો રોકવા માટે પાણી રેડો. (૧૫) ફટાકડા ફોડતી વખતે હાથ સેનિટાઈઝરવાળા ન હોય તેનું ધ્યાન રાખવું તેમજ સેનિટાઈઝરની બોટલ દૂર રાખવી.

(૧૬) એ.પી.એમ.સી અને કોટનના ગોડાઉન વિસ્તારની આજુબાજુ ફટાકડા ફોડવા નહીં.

(૧૭) ઇમરજન્સી માટે પાણીની ડોલ હાથમાં રાખો. (૧૮) આગના કિસ્સામાં ફાયર બ્રિગેડને ૧૦૧ પર કોલ કરવો તેમ મામલતદારશ્રી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts