તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ ઁસ્ ઈમરાન ખાનને ૩ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ પછી ઈમરાનની સજાની જાહેરાત કરનાર જજ પીટીઆઈ કાર્યકરોના નિશાના પર છે. ઈસ્લામાબાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ હુમાયુ દિલાવર, જે ખાનને સજા સંભળાવ્યા બાદ તરત જ તેના પરિવાર સાથે લંડન પહોંચી ગયા હતા, તેમને ત્યાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સમર્થકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જજ હુમાયુ દિલાવર જ્યારથી ઈમરાન ખાનને સજા સંભળાવી છે ત્યારથી સમાચારોમાં છે. આ ર્નિણય બાદથી તેમને પીટીઆઈ નેતાઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સજા સંભળાવ્યા બાદ તરત જ જજ દિલાવર શનિવારે હલ યુનિવર્સિટી ખાતે ન્યાયિક પરિષદમાં ભાગ લેવા લંડન જવા રવાના થયા હતા. આ કોન્ફરન્સ ૫-૧૩ ઓગસ્ટ વચ્ચે યોજાઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ ઘણી જ બોલબાલા થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં પીટીઆઈના સમર્થકો હુમાયુ દિલાવરની કારનો પીછો કરતા જાેવા મળી રહ્યા છે. જજ હુમાયુ દિલાવર સામે પીટીઆઈ કાર્યકરોના ગુસ્સાને જાેતા યુકે પોલીસે તેમને સુરક્ષા આપી છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં પીટીઆઈ સમર્થકો પોલીસ પ્રોટેક્શન હોવા છતાં જજ હુમાયુ દિલાવર પાસે જવાનો પ્રયાસ કરતા જાેવા મળે છે. જાેકે, એક સિક્યુરિટી ગાર્ડ તેમને રોકે છે. પીટીઆઈ સમર્થકો પણ જજ વિરુદ્ધ ટિ્વટર પર ઘણા હેશટેગ ચલાવી રહ્યા છે. બીબીસીના એક અહેવાલ અનુસાર, ન્યાયિક પરિષદનું આયોજન કરી રહેલી હલ યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે કોન્ફરન્સ માટે પ્રતિભાગીઓની પસંદગીમાં તેની કોઈ ભૂમિકા નથી. પાકિસ્તાનના જજ દિલાવર સહિત સહભાગીઓની પસંદગી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ અને ઈસ્લામાબાદ અને પેશાવર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી હતી.
હલ યુનિવર્સિટી ૨૦૧૪ થી પાકિસ્તાની ન્યાયાધીશો માટે માનવ અધિકાર સંબંધિત તાલીમ ચલાવી રહી છે. આ તાલીમ કાર્યક્રમમાં પાકિસ્તાનની વિવિધ અદાલતોના ન્યાયાધીશો ભાગ લે છે. શું છે ઈમરાન સાથે વાંધો?.. જે પર હકીકત જણાવીએ તો, ઈમરાન ખાને વિદેશમાંથી મળેલી મોંઘી ભેટ સસ્તા ભાવે ખરીદી હતી અને મોંઘા ભાવે વેચી હતી. વિદેશી ભેટો પડાવી લેવાના મામલે તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હુમાયુ દિલાવર ઈસ્લામાબાદ જિલ્લા અને સેશન કોર્ટમાં ઈમરાન ખાન વિરુદ્ધ તોશાખાના કેસની અધ્યક્ષતા કરી રહ્યા હતા. સુનાવણી પૂરી થયા બાદ તેણે ઈમરાન ખાનને ૩ વર્ષની સજા સાથે ૧ લાખનો દંડ પણ ફટકાર્યો હતો. દોષિત ઠેરવ્યા બાદ ઈમરાન ખાનને આગામી ૫ વર્ષ સુધી ચૂંટણી નહીં લડવા બદલ અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.
Recent Comments