અપકમિંગ ફિલ્મ બાબતે ઈમરાન હાશમી કે પ્રોડક્શન હાઉસ તરફથી ઓફિશિયલ કન્મફર્મેશન આવી નથી. જાે કે એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને ઈમરાન હાશમી પહેલી વાર સાથે કામ કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. રિપોર્ટ્સ મુજબ ગ્રાઉન્ડ ઝીરોમાં ઈમરાન હાશમી ઈન્ડિયન આર્મી ઓફિસરનો રોલ કરી રહ્યો છે. કાશ્મીરમાં સેન્સિટિવ સિચ્યુએશન હેન્ડલ કરવા તેને મોકલવામાં આવે છે. કાશ્મીર અને ટેરરિસ્ટની વચ્ચે પાંગરી રહેલા થ્રિલર અને એક્શનની સ્ટોરી છે. ઈમરાન સિવાયની કાસ્ટ અંગે જાણકારી બહાર આવી નથી.
આ ફિલ્મને મરાઠી ફિલ્મ મેકર તેજસ વિજય દેઓસ્કર ડાયરેક્ટ કરવાના છે. રકુલ પ્રીત સિંહની ફિલ્મ છતરીવાલીથી તેજસ બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યા છે. પાછલા ઘણા સમયથી ઈમરાન હાશમી ખાસ ન્યૂઝમાં નથી, પરંતુ તેમની પાસે ફિલ્મોની ભરમાર છે. આગામી વર્ષમાં ઈમરાનની બિગ બજેટ ફિલ્મો આવી રહી છે. ૨૦૨૩માં ઈદ પર સલમાન ખાન અને કેટરિના કૈફ સાથે ઈમરાન ટાઈગર ૩માં જાેવા મળશે. આ ફિલ્મમાં વિલનનો રોલ કર્યો છે. આ ઉપરાંત અક્ષય કુમાર સાથેની સેલ્ફી પણ આગામી વર્ષે રિલિઝ થવાની છે. એક્ટર ઈમરાન હાશમીને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની કે પાર્ટીઝ એટેન્ડ કરવાની આદત નથી.
ફેન્સ સાથે સતત કનેક્ટ રહેવાનો સ્વભાવ ન હોવા છતાં ઈમરાનની પોપ્યુલારિટી ઓછી નથી અને તેના કારણે જ અત્યારે તે યશરાજ ફિલ્મ્સ અને ધર્મા પ્રોડક્શન સાથે કામ કરી રહ્યા છે. બોલિવૂડના બે મોટા પ્રોડક્શન હાઉસ ઉપરાંત હવે ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના એક્સેલ એન્ટરટેઈનમેન્ટે પણ ઈમરાનની પસંદગી કરી છે. પ્રોડક્શન હાઉસે ગ્રાઉન્ડ ઝીરો નામની ફિલ્મ માટે તૈયારી શરૂ કરી છે, જેમાં લીડ રોલ માટે ઈમરાન હાશમી ફાઈનલ છે. આ ફિલ્મમાં ઈમરાન ઈન્ડિયન આર્મી ઓફિસરનો રોલ કરવાનો છે, જે કાશ્મીરમાં તૈનાત છે.
Recent Comments