fbpx
અમરેલી

ઈમામ હુસૈનની યાદમાં વું ઇસ હુસૈન નામની સંસ્થા દ્વારા વિશ્વભરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

મોહરમના પવિત્ર મહિનામાં ઈમામ હુસૈનની યાદમાં મહા રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દરેક ધર્મ સમાજના લોકો દ્વારા રક્ત દાન કરવામાં આવ્યું હતું. મોરંગીના ઇતિહાસમાં સૌપ્રથમ વાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તારીખ 27/8/2022 ના રોજ મસ્જિદ એ અબુલ ફઝલ અબ્બસ મોરંગીમાં સવારે 9 વાગ્યેથી બોપર એ 2 વાગ્યે સુધી 53 બ્લડ બોટલ એકત્રિત કરી ઇતિહાસ રચવામાં આવ્યો. ત્યારે મોરંગી ગામ સહિત મોભિયાણાં, માંડળ, ઝીંઝકા, ડુંગર, બાલાપર ગામનાં મિત્રોએ રક્ત દાન કર્યું હતું, આસ્થા વોલન્ટરી બ્લડ બેંક ગોંડલના સહયોગથી બધા રક્તદાતાઓ ને પ્રમાણપત્ર અને ભેટ આપવામાં આવી હતી , ગામના બધા આગેવાનો હજાર રહ્યા હતા. આયોજકો દ્વારા રક્તદાતાઓ માટે ચા નાસ્તા શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું.
રક્ત દાન નું શું મહત્વ છે ?રક્તદાન થકી વિશ્વના કરોડો લોકોને નવજીવન મળી રહ્યું છે.

રક્તદાનની આ એકમાત્ર ઉપલબ્ધિ નથી વિશ્વના અનેક લોકો વિવિધ રોગોથી પીડાય રહ્યા છે. જેમાં તેમને સમયાંતરે અને ચોક્કસ નિર્ધારિત સમયે બહારથી લોહી આપવું પડે તેવી જરૂરિયાત ઊભી થાય છે. આવા તમામ લોકોને રક્ત દાતાઓ દ્વારા દાન કરેલું લોહી નવજીવન આપવા માટે પૂરતું છે. રક્તદાન થકી નવજીવન મેળવેલા પ્રત્યેક વ્યક્તિને લોહી નવજીવન આપે છે. આ સાથે સાથે રક્તદાતાને પણ તે ખૂબ જ મદદગાર બને છે. રક્તદાન કરનાર પ્રત્યેક વ્યક્તિને આરોગ્યની દ્રષ્ટીએ શરીર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. રક્તદાન કરનાર પ્રત્યેક વ્યક્તિ બીમારી સામે ખૂબ સારી લડત આપી શકે છે. અન્ય વ્યક્તિઓ કરતા બીમારી સામે પ્રતિકારક શક્તિ મા સૌથી આગળ જોવા મળે છે.

આ સાથે સાથે રક્તદાન કરતા પ્રત્યેક વ્યક્તિ લાંબુ દીર્ઘ આયુષ્ય પણ મેળવતા હોય છે. તબીબી વિજ્ઞાનના સંશોધન મુજબ રક્તદાન થકી વણજોઈતા વજનને ઘટાડવા માટે પણ ખૂબ મદદ મળે છે. જે વધુમાં રક્તદાનથી લિવરની તંદુરસ્તી ખૂબ સારી બન્ને છે. તેને કારણે શરીરમાં આયર્નનું પ્રમાણ સમાંતર જોવા મળે છે. સૌથી મોટી વાત રક્તદાન કરનાર પ્રત્યેક રક્તદાતાઓ હૃદયરોગના હુમલાની શક્યતાઓ પણ ખૂબ ઓછી જોવા મળે છે. મોરંગી ગામના આયોજકો દ્વારા બધા રક્તદાતાઓનો આભાર માન્યો હતો અને સમય સર રક્ત દાન કરવાનું જણાવ્યું હતું.

Follow Me:

Related Posts