ઈરફાનની છેલ્લી ફિલ્મ ‘ધ સોન્ગ ઓફ સ્કોર્પિયન’ ત્રીજી વર્ષીએ રિલીઝ થશે
બોલિવૂડના બેસ્ટ એક્ટર્સમાં સ્થાન પામતા ઈરફાન ખાનનું નિધન ૨૯ એપ્રિલ, ૨૦૨૦ના રોજ થયું હતું. ઈરફાનની યાદગાર એક્ટિંગ અને સરળ સ્વભાવના કારણે સોશિયલ મીડિયા પર આજે પણ તેમની ચર્યા થાય છે. ઈરફાન ખાનના નિધનના ત્રણ વર્ષ બાદ તેમની છેલ્લી ફિલ્મ રિલીઝ થવાની છે. ઈરફાનને યાદ કરનારા ચાહકો તેમને છેલ્લી વખત થીયેટરના પડદે જાેઈ શકશે. ઝીશાન એહમદે પ્રોડ્યુસ કરેલી ‘ધ સોન્ગ ઓફ સ્કોર્પિયન’માં ઈરફાનનો લીડ રોલ છે. ઝીશાને જણાવ્યું હતું કે, ઈરફાનનો છેલ્લો ઓન સ્ક્રિન એપિયરન્સ આ ફિલ્મમાં હતો અને તેને દેશભરમાં રિલીઝ કરવામાં આવશે.
ઈરફાનનું કેરેક્ટર અને પરફોર્મન્સ દરેકને ફરી એક વાર તેમના દીવાના બનાવી દેશે. ઈરફાન ખાને આ ફિલ્મમાં ઊંટના વેપારીનો રોલ કર્યો છે, જેને નુરાન સાથે પ્રેમ થાય છે. નુરાન એક આદિવાસી યુવતી છે. નુરાન તેના દાદી પાસેથી સ્કોર્પિયન સિંગિંગની તાલીમ લઈ રહી છે. કોઈ વ્યક્તિને વીંછી કરડ્યો હોય તો ચોક્કસ પ્રકારના ગીત ગાવાથી તેમનો જીવ બચી શકે છે. આ વિશિષ્ટ આવડત કેળવવા માટે નુરાન મહેનત કરી રહી છે. જ્યારે ઈરફાન ખાન ઊંટના વેપાર માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. દરમિયાન તેમની વચ્ચે મુલાકાત થાય છે અને લવ સ્ટોરી ડેવલપ થાય છે. અગાઉ સ્વિટ્ઝર્લેન્ડના લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. તેમાં ઈરફાનની સાથે વહીદા રહેમાન અને શશાંક અરોરા પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થવાનું છે. આ સાથે ફિલ્મની કેટલીક વધુ માહિતી પણ શેર કરવામાં આવશે.
Recent Comments