ઈરફાન પઠાણની પહેલી ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું
ક્રિકેટના મેદાનમાં એક સમયે ધમાલ મચાવનારા ઈરફાન પઠાણ હવે એક્ટિંગની દુનિયામાં પોતાની નવી ઈનિંગ માટે તૈયાર છે. ઈરફાન પઠાણ અજય જ્ઞાનમુથુ દ્વારા નિર્દેશિત તમિલ ફિલ્મ કોબ્રાથી ફિલ્મ દુનિયામાં ડગ માંડી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર પણ બહાર પડી ગયું છે. ફિલ્મમાં ક્રિકેટર એક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ ૩૧ ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. ઈરફાન પઠાણ બંદૂક ચલાવતા ખુબ દમદાર લૂકમાં જાેવા મળી રહ્યા છે. ઈરફાને પોતે પોતાના ટિ્વટર એકાઉન્ટથી પણ પોતાની અપકમિંગ ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. ઈરફાને વર્ષ ૨૦૨૦માં પોતાના જન્મદિવસના અવસરે ફિલ્મમાં કામ કરવા અંગેની જાણકારી આપીને બધાને ચોંકાવી દીધા હતા. સુરેશ રૈનાએ ઈન્સ્ટાગ્રામ પર કોબ્રાનું ટ્રેલર શેર કરીને પોતાનો રોમાંચ વ્યક્ત કર્યો છે. લખ્યું છે કે ભાઈ ઈરફાન પઠાણ તમને કોબ્રામાં પરફોર્મ કરતા જાેઈને હું ખુબ ખુશ છું. આ ફિલ્મ એક્શનથી ભરપૂર લાગી રહી છે.
તેની સફળતા માટે તમને અને ફિલ્મની આખી ટીમને શુભેચ્છા પાઠવું છું. આ જાેવાનું હવે વધુ ઈન્તેજાર કરી શકતો નથી. અત્રે જણાવવાનું કે ઈરફાન પઠાણ સાથે તમિલ સિનેમાના સુપરસ્ટાર ચિયાન વિક્રમ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં ચિયાન વિક્રમ એક મેથેમેટિશિયનની ભૂમિકા ભજવી રહ્યા છે. જેમને ગણિતમાં મહારથ હાંસલ છે. ફિલ્મનું સંગીત જાણીતા સંગીતકાર એ આર રહેમાને આપ્યું છે. કોબ્રામાં ચિયાન વિક્રમ ઉપરાંત શ્રીનિધિ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત મિયા જ્યોર્જ, રોશન મૈથ્યુ,સરજાનો ખાલિદ, પદ્મપ્રિયા, મોહમ્મદ અલી બેગ, કનિહ, મિરનાલિની રવિ, મીનાક્ષી, અને કે.એસ. રવિકુમાર પણ ફિલ્મમાં સહાયક ભૂમિકામાં જાેવા મળશે.
Recent Comments