ઈરાનના પાકિસ્તાન ઉપર હવાઈ હુમલાથી દુનિયા ચોકી ઉઠી
એક તરફ દુનિયાના બે મોટા મોરચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વ યુદ્ધનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. આવા સંજાેગોમાં ઈરાનની એક લશ્કરી કાર્યવાહીથી તણાવ વધી ગયો છે. ઈરાને આજે પાકિસ્તાનમાં જાેરદાર હવાઈ હુમલો કર્યો છે. ઈરાને મિસાઈલ અને ડ્રોન વડે આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. ઈરાનના હુમલાએ મોટા પાયે તબાહી મચાવી છે. ઈરાનના હુમલાથી પાકિસ્તાન નારાજ છે અને તેણે ઈરાનને ધમકી આપી છે.
પાકિસ્તાનના રખેવાળ વડા પ્રધાન સ્વિટ્ઝર્લેન્ડમાં ઈરાનના વિદેશ પ્રધાન સાથે મુલાકાત કરી રહ્યા હતા, ત્યારે ઈરાને પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની પીએમને એ વાતનો પણ ખ્યાલ નહોતો કે ઈરાને પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે, એર સ્પેસ ઉલ્લંઘનની સખત નિંદા કરતા કહ્યું છે કે, એકપક્ષીય કાર્યવાહી સારા પાડોશીની નિશાની નથી. જૈશ અલ અદાલે એમ પણ કહ્યું છે કે આ હુમલો અનેક મિસાઈલો દ્વારા કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે, ઈરાનના એક અધિકારીને સમન્સ પણ પાઠવ્યા છે.
ઈરાનના હવાઈ હુમલાથી પાકિસ્તાનમાં મોટાપાયે વિનાશ થયો છે. પાકિસ્તાનનો દાવો છે કે હુમલામાં ૨ બાળકોના મોત થયા છે. જ્યારે ૬ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. આ ઉપરાંત બે મકાનો પણ ધરાશાયી થયા છે. ઈરાનના હુમલા બાદ તબાહીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અનેક રહેણાંક મકાનો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. આ વીડિયો જૈશ અલ અદાલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં ઈરાને હુમલો કર્યો તે પંજગુરનો હરિયાળો વિસ્તાર છે. આ એ જગ્યા છે જે જૈશ અલ અદાલનો મજબૂત અડ્ડો હતો, જેને ઈરાન દ્વારા હવાઈ હુમલામાં નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. અહીં મોટી સંખ્યામાં જૈશ અલ-અદલ આતંકવાદીઓ છુપાયેલા હતા. તેઓ અહીંથી આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપતા હતા. આ જૈશ અલ-અદલના સૌથી મજબૂત ઠેકાણાઓમાંનું એક હતું.
ઈરાને જૈશ અલ-અદલ દ્વારા કરવામાં આવેલા હુમલાનો બદલો લીધો છે. ડિસેમ્બરમાં જૈશ અલ-અદલે ઈરાનમાં મોટો હુમલો કર્યો હતો. હુમલામાં ઈરાનના ૧૧ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. જૈશ અલ-અદલના હુમલામાં ઈરાનને મોટું નુકસાન થયું હતું. જૈશ અલ-અદલ ઈરાનની સરહદ પર સતત હુમલા કરી રહ્યું છે. જૈશ અલ-અદલ એક સુન્ની આતંકવાદી સંગઠન છે, જેની રચના ૨૦૧૨માં થઈ હતી. જૈશ અલ-અદલ પાકિસ્તાન સરહદ પર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપે છે. તે ઈરાનની અંદર સતત હુમલાઓ કરી રહ્યું છે. ઈરાની બોર્ડર પોલીસનું અનેક વખત અપહરણ કરવામાં આવ્યું છે.
Recent Comments