ગુજરાત

ઈરાની ગેંગના મુખિયાને મહારાષ્ટ્રમાંથી દબોચતી ધનસુરા પોલીસ : SBI માં પૈસા ભરવા આવેલ ગ્રાહકના 1 લાખ રૂપિયા ચોરીનો ભેદ ઉકેલાયો

અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર ચોરી લૂંટના ગુન્હામાં સંડોવાયેલ આંતરરાજ્ય ગેંગને તેમના વિસ્તારમાંથી ઝડપી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ડેમાઈ ચામુંડા જ્વલર્સમાં અડધો કરોડની લૂંટમાં સંડોવાયેલ ત્રણ આરોપીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ઉઠાવી લીધા હતા ત્યારે ધનસુરા પોલીસે મહારાષ્ટ્રના થાણા વિસ્તારની કુખ્યાત ઈરાની ગેંગના મુખ્ય સૂત્રધાર મુસ્તુફા શબ્બીર અલી જાફરીને થાણે તેના ઘરેથી દબોચી લઈ ધનસુરા એસબીઆઈ બેંકમાંથી એક ગ્રાહકના 1 લાખ રૂપિયાની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યા હતો.

ધનસુરા પીએસઆઇ એન.એમ.સોલંકી અને તેમની ટીમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ફેબ્રુઆરી મહિનામાં એક ગ્રાહક પૈસા ભરવા આવતા તેને એક ગઠિયાએ વાતોમાં પરોવી એક લાખ રૂપિયાની ચીલઝડપ કરી રફુચક્કર થયો હોવાના ગુન્હા અંગે તપાસનો ધમધમાટ શરૂ કરતાં એક મહારાષ્ટ્ર પાસિંગની બાઈક પર બે શંકાસ્પદ શખ્સો જોવા મળતા પોલીસે ધનસુરા થી નરોડા સુધીના માર્ગના સીસીટીવી કેમેરા ચેક કરી બાઈકના નંબરના આધારે બાઈકના માલિકનું નામ મેળવતા આ બાઇક ઈરાની ગેંગના સૂત્રધારની હોવાની માહિતી પ્રાપ્ત થતાં અને આ ગેંગ બેંકમાં ગ્રાહકોને વાતોમાં પરોવી રૂપિયા સેરવી લેતી હોવાનું બહાર આવ્યું હતું

More news to explore

Related Posts