રાષ્ટ્રીય

ઈરાન ભારતીયો માટે એકદમ સુરક્ષિત છે, લોકોએ ત્યાંની મુલાકાત લેવી જાેઈએ – ઈરાની રાજદૂત

ભારત સાથે ઈરાનના સંબંધો ઘણા જૂના છે. શુક્રવારે રોડ શો દરમિયાન ઈરાનના રાજદૂત ઈરાજ ઈલાહીએ ભારતીય નાગરિકોને ઈરાનની મુલાકાત લેવા વિનંતી કરી હતી. તેમણે ભારતીયો અને અન્ય પ્રવાસીઓને ખાતરી આપી હતી કે ઈરાન પ્રવાસ અને મુલાકાત માટે ખૂબ જ સુરક્ષિત સ્થળ છે. આ સાથે તેમણે આશા પણ વ્યક્ત કરી હતી કે બંને દેશો વચ્ચે વહેલી તકે સીધી ફ્લાઈટ શરૂ થશે. તેમણે કહ્યું કે ભારતીય એરલાઈન્સ ભારત અને ઈરાનના ઘણા શહેરો વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરશે. તેમણે કહ્યું કે હાલમાં તેહરાન અને દિલ્હી વચ્ચે માત્ર બે સીધી ફ્લાઈટ છે અને એક મુંબઈથી. ઇલાહીએ અગાઉ પણ આવું જ નિવેદન આપ્યું હતું. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈલાહીએ કહ્યું હતું કે પશ્ચિમી દેશોએ ઈરાનની છબી ખરાબ કરી છે. ભારતીયોએ ત્યાં જઈને અસલી ઈરાન જાેવું જાેઈએ.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની તાજેતરની દુશ્મનાવટને કારણે ઈરાન આવતા પ્રવાસીઓની સંખ્યા પર અસર પડી છે તો ઈલાહીએ કહ્યું કે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતીયો અને અન્ય પ્રવાસીઓને ઈરાનમાં સુરક્ષા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેમણે કહ્યું કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ કોઈ નવી વાત નથી. બંને દેશો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે, તેથી આ કોઈ નવી વાત નથી, જેની અસર ઈરાનની સ્થિતિ પર પડશે. હું ભારતીય પ્રવાસીઓ, મિત્રોને આશ્વાસન આપું છું અને તેમને ઈરાન આવવાનું આમંત્રણ આપું છું. જ્યારે ભારત-ઈરાન સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઈરાની રાજદૂતે કહ્યું કે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો માત્ર સારા જ નથી પણ ઉત્તમ પણ છે. તેમણે કહ્યું કે ભારતે ઈરાનના તત્કાલીન રાષ્ટ્રપતિ સૈયદ ઈબ્રાહિમ રાયસીના નિધન પર એક દિવસનો શોક મનાવ્યો હતો, જે ઈરાન માટે અવિશ્વસનીય છે. તેમણે એમ પણ કહ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતા ભારતનું ખૂબ સન્માન કરે છે અને ઈરાનના રાજદૂત તરીકે હું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારનું સંપૂર્ણ સન્માન અનુભવું છું.

Related Posts