રાષ્ટ્રીય

ઈલોન મસ્કની ટેસ્લાને મોટો ઝટકો, પીયૂષ ગોયલે કહ્યું,”ટેસ્લાના કહેવા પ્રમાણે ભારત તેની નીતિઓમાં ફેરફાર નહીં કરે”

કેન્દ્ર સરકાર કોઈપણ એક કંપનીના હિસાબે તેની નીતિઓમાં ફેરફાર કરશે નહીં ઃ પીયૂષ ગોયલભારતમાં પ્રવેશવાની તૈયારી કરી રહેલી ઈલોન મસ્કની ટેસ્લાને મોટો ઝટકો લાગ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર કોઈપણ એક કંપનીના હિસાબે તેની નીતિઓમાં ફેરફાર કરશે નહીં. તેમણે કહ્યું કે વિશ્વની તમામ ઇલેક્ટ્રિક વાહન કંપનીઓનું દેશમાં સ્વાગત છે. જાે તેઓ ભારતીય નિયમોનું પાલન કરે તો અમે તેમને ભારતમાં કામ કરતા જાેવા માંગીએ છીએ.

અમેરિકાની જાણીતી ઈફ કંપની ટેસ્લાએ ભારતમાં તેની એન્ટ્રી માટે સંપૂર્ણ યોજના બનાવી છે. ટેસ્લા પણ ભારતમાં ઉત્પાદન કરવા માંગે છે. પરંતુ, તે પહેલા તે પોતાની ફિનિશ્ડ કારોને ભારતમાં લોન્ચ કરવા માંગે છે. આ માટે ટેસ્લાએ કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવાનું કહ્યું હતું. ટેસ્લાએ ૪૦ હજાર ડોલરથી ઓછી કિંમતની કાર પર ૭૦ ટકા કસ્ટમ ડ્યુટી અને વધુ મોંઘી કાર પર ૧૦૦ ટકા કસ્ટમ ડ્યુટી લાદવાની માંગ કરી હતી. ટેસ્લા ભારતમાં સસ્તી કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

પીયૂષ ગોયલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે દેશમાં ઈવી ઈકોસિસ્ટમ બનાવવા માંગીએ છીએ. બેટરીથી ચાલતા વાહનો માત્ર કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે નહીં, પરંતુ ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવામાં પણ મદદ કરશે. જાે કે, આ ધ્યેય હાંસલ કરવા માટે અમે અમારી નીતિઓ સાથે સમાધાન કરીશું નહીં. અમે ઇચ્છીએ છીએ કે વિશ્વની તમામ ઈફ કંપનીઓ ભારતમાં તેમના ઉત્પાદન એકમો સ્થાપે. આ માટે અમેરિકા, યુરોપ, જાપાન અને કોરિયા સાથે વાતચીત ચાલી રહી છે.

હાલમાં ભારત બહારથી ઉત્પાદિત કાર પર ૬૦ થી ૧૦૦ ટકા કસ્ટમ ડ્યુટી લાદવામાં આવે છે. તે કારના એન્જિનના કદ અને કિંમત પર ર્નિભર કરે છે. જાે ટેસ્લા ભારતમાં આવવાનું નક્કી કરે છે, તો આ તેનો છઠ્ઠો પ્લાન્ટ હશે. વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લાના માલિક ઈલોન મસ્કે ગયા વર્ષે ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન ૨૦૨૪માં ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Related Posts