fbpx
ભાવનગર

ઈશ્વરિયાથી રેવા માર્ગ માટે રૂપિયા ૪૦ લાખ ફાળવાયા

ઈશ્વરિયાથી રેવા ગામના માર્ગના કામ માટે સરકાર દ્વારા રૂપિયા ૪૦ લાખ ફાળવાયાધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયા દ્વારા થયેલી ભલામણ રજૂઆતનો મળશે લાભઈશ્વરિયા સોમવાર તા.૨૩-૧૦-૨૦૨૩ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયા દ્વારા થયેલી ભલામણ રજૂઆતથી ઈશ્વરિયાથી રેવા ગામના માર્ગના કામ માટે સરકાર દ્વારા રૂપિયા ૪૦ લાખ ફાળવાયા છે.

સિહોર તાલુકાના ઈશ્વરિયા અને ઉમરાળા તાલુકાના રેવા ગામને જોડતા માર્ગના કામ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ મરામત વર્ષ ૨૦૨૩/૨૪ અંતર્ગત રૂપિયા ૪૦ લાખ ફાળવાયા છે.ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયા દ્વારા થયેલી ભલામણ રજૂઆતનો આ પંથકના સિહોર તથા ઉમરાળા તાલુકાના ગામો માટે લાભ મળશે આ માટે નિવિદા પ્રક્રિયા પૂરી થયે રસ્તાનું કામ ચાલુ થશે તેમ કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા જણાવાયું છે.

Follow Me:

Related Posts