ભાવનગર

ઈશ્વરિયાનાં ઈશ્વરપુર શાળામાં આચાર્યનાં વિદાય વિવિધ કાર્યક્રમ 

શિક્ષક ક્યારેય નિવૃત્ત ન થાય સતત સમાજ માટે પ્રેરણારૂપ હોય છે ઈશ્વરિયાનાં ઈશ્વરપુર વિસ્તાર પ્રાથમિક શાળામાં નિવૃત્ત આચાર્યનાં વિદાય સાથે વિવિધ સન્માન પંચામૃત કાર્યક્રમ  ઈશ્વરિયા રવિવાર તા.૨૮-૪-૨૦૨૪ ઈશ્વરિયાનાં ઈશ્વરપુર વિસ્તાર પ્રાથમિક શાળામાં નિવૃત્ત આચાર્યનાં વિદાય સાથે વિવિધ સન્માન પંચામૃત કાર્યક્રમમાં મહેમાનોએ કરેલાં ઉદ્બોધનમાં શિક્ષક ક્યારેય નિવૃત્ત ન થાય સતત સમાજ માટે પ્રેરણારૂપ હોય છે તેમ જણાવ્યું.

ઈશ્વરિયાનાં ઈશ્વરપુર વિસ્તાર પ્રાથમિક શાળામાં આચાર્ય રહેલાં શ્રી દીલીપભાઈ રાઠોડ નિવૃત્ત થતાં શ્રી અમરદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં અગ્રણી મહાનુભાવોની શુભકામના સાથે કાર્યક્રમ યોજાઈ ગયો.ઈશ્વરિયા ગામ તેમજ આસપાસનાં ગામોમાંથી શિક્ષકો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયાં અને સન્માન અભિવાદનનાં સહભાગી બન્યાં. અહીંયા મહેમાનોએ કરેલાં ઉદ્બોધનમાં શિક્ષક ક્યારેય નિવૃત્ત ન થાય  તે સતત સમાજ માટે પ્રેરણારૂપ હોય છે તેમ જણાવ્યું. આ શાળામાં થયેલા શિક્ષણ તથા કેળવણીનાં કાર્યને શ્રી વીરશંગભાઈ સોલંકી, શ્રી રમેશભાઈ કાકડિયા, શ્રી નયનભાઈ ઝારાવાળા, શ્રી મૂકેશકુમાર પંડિત, શ્રી પોપટભાઈ મોરડિયા તથા શ્રી રાજુભાઈ જાનીએ બિરદાવી શુભકામના પાઠવેલ.

આ પ્રસંગે આચાર્ય શ્રી દિલીપભાઈ રાઠોડ સાથે અહી સેવા આપેલ શિક્ષકો શ્રી અકબરભાઈ ચૌહાણ, શ્રી ગીતાબેન ડાંગર, શ્રી સ્મિતાબેન જાની, શ્રી મનીષભાઈ પરમાર, શ્રી તુલસીદાસ ડાભીનું સ્મૃતિચિન્હ આપી શ્રી કાળુભાઈ ભિકડિયા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. આ શાળાની સ્થાપનામાં પ્રથમ મકાન સુવિધાનાં દાતા શ્રી મેરાભાઈ ગોહિલ સાથે કાયમ સહયોગી બનતાં શ્રી કાળુભાઈ ભિકડિયા, શ્રી નયનભાઈ ઝારાવાળા, શ્રી મૂકેશકુમાર પંડિત, શ્રી લાભુભાઈ સોલંકી તથા શ્રી ભૂપતભાઈ રાઠોડને તેમજ શિક્ષણ સહાયક રહેનારાઓને સન્માનિત કરવામાં આવ્યાં.આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે મતદાન માટે શિક્ષક શ્રી દેવરાજ ભાઈ ઉકાણીનાં ઉદ્બોધન સાથે સૌ સંકલ્પબદ્ધ થયાં. અહીંયા સંકલિત બાળ વિકાસ યોજનાનાં ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવે જોડાયાં હતાં.

આ શાળાનાં ધોરણ ૫ વિદ્યાર્થીઓને શુભકામના સાથે શૈક્ષણિક સામગ્રી ઉપરાંત આંબાના રોપ ભેટ અપાયાં. આ બાળકો દ્વારા શાળાને ગાંધીજી તસવીર ભેટ અપાઈ. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયાં.સન્માનિત આચાર્ય શ્રી દિલીપભાઈ રાઠોડ દ્વારા લાગણીશીલ રીતે આભારની લાગણી સાથે અહીંનો સંબંધ કાયમી રાખવા જણાવ્યું. સન્માનિત શ્રી અકબરભાઈ ચૌહાણે પણ પ્રતિભાવમાં સૌના સહયોગનો ઉલ્લેખ કર્યો.કાર્યક્રમનાં સંકલનમાં શ્રી હરેશભાઈ મકવાણા, શ્રી પ્રવીણભાઈ મકવાણા તથા શ્રી મનસુખભાઈ રાઠોડ અને ઈશ્વરપુર વિસ્તારનાં ગ્રામજનો રહ્યા હતાં. મહેમાનોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સૌએ સાથે સમૂહ પ્રસાદ લીધો.

Related Posts