fbpx
ભાવનગર

ઈશ્વરિયાની વિદ્યાર્થીની કુ. આરતી સોલંકી Ph.D. થઈ

શ્વરિયાની વિદ્યાર્થીની કુ. આરતી સોલંકી ‘નવલકથામાં લોકપ્રિયતાનાં ગુણધર્મો’ વિષય પર Ph.D. થઈ ઈશ્વરિયા મંગળવાર તા.૫-૩-૨૦૨૪ ઈશ્વરિયા ગામની પ્રતિભાવંત વિદ્યાર્થીની કુ. આરતી સોલંકી ‘નવલકથામાં લોકપ્રિયતાનાં ગુણધર્મો’ વિષય પર Ph.D. થઈ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં ગુજરાતી વિભાગમાં અભ્યાસ કરતી ખેડૂત પુત્રી પ્રતિભાવંત વિદ્યાર્થીની કુ. આરતી મહેશભાઈ સોલંકી ‘ ધારાવાહિક ગુજરાતી નવલકથામાં લોકપ્રિયતાનાં ગુણધર્મો : હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ અને કાજલ ઓઝા વૈદ્યનાં વિશેષ સંદર્ભ’ વિષય પર Ph.D. થઈ છે. ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ અને પ્રાધ્યાપક શ્રી મહેન્દ્રસિંહ પરમારનાં માર્ગદર્શનમાં આ સિદ્ધિ તેણીએ પ્રાપ્ત કરી છે. વિદ્યાવાચસ્પતી પદવી મેળવનાર ખેડૂત પુત્રી કુ. આરતી સોલંકી કાવ્ય સાહિત્ય લેખનમાં રુચિ ધરાવે છે અને પ્રતિષ્ઠિત સામયિકોમાં તેમની રચનાઓ પ્રકાશિત થાય છે. ઉલ્લેખનિય છે કે પોતાના માતાપિતા ભણેલાં નથી, પરિવારમાં બે ભાઈઓ પણ ઓછું ભણ્યાં છે, પરંતુ આ કુટુંબમાં જવાબદારી નિભાવતાં ઉચ્ચ શિક્ષણ મેળવવા સાથે ઈશ્વરિયા ગામમાં પ્રથમ આ સિદ્ધિ મેળવી છે.

Follow Me:

Related Posts