ઈશ્વરિયા આંગણવાડીમાં બાળકોનો હોળી રંગ ઉત્સવ
હોળી ધૂળેટીનાં આવેલાં પર્વ પ્રસંગે ઈશ્વરિયા ગામે ઈશ્વરપુર આંગણવાડી કેન્દ્રમાં રંગ ઉત્સવ મનાવાયો. સંકલિત બાળ વિકાસ યોજનાનાં ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવેની ઉપસ્થિતિમાં કેન્દ્ર સંચાલક શ્રી નિધિબેન દવે અને સહાયક શ્રી રિનાબેન પરમારનાં સંકલન સાથે બાળકોએ એક બીજાને રંગીને મજા માણી. અહીંયા અગ્રણીઓ શ્રી લલિતભાઈ ત્રિવેદી, શ્રી મૂકેશકુમાર પંડિત તથા શ્રી લાલાભાઈ ગોહિલની પ્રેરક ઉપસ્થિતિ રહી.
Recent Comments