fbpx
ભાવનગર

ઈશ્વરિયા આંગણવાડી કેન્દ્રને ‘માતા યશોદા સન્માન’

શ્રેષ્ઠ કામગીરી માટે ઈશ્વરિયા ગામની આંગણવાડી કેન્દ્રને અપાયેલ ‘માતા યશોદા સન્માન’ પાલિતાણામાં નારીશક્તિ વંદના કાર્યક્રમમાં સિહોર તાલુકાનાં શ્રેષ્ઠ કાર્યકર અને શ્રેષ્ઠ તેડાગર માટેનાં સન્માન એનાયત થયાં ઈશ્વરિયા ગુરુવાર તા.૭-૩-૨૦૨૪ સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સિહોર તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી માટે ઈશ્વરિયા ગામની આંગણવાડી કેન્દ્રનાં સંચાલક અને તેડાગરને ‘માતા યશોદા સન્માન’ એનાયત થયેલ છે.

પાલિતાણામાં ધારાસભ્ય શ્રી ભિખાભાઈ બારૈયાની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયેલ નારીશક્તિ વંદના કાર્યક્રમમાં સિહોર તાલુકાનાં ‘શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર’ શ્રી નિધીબેન દવે અને ‘ આંગણવાડી તેડાગર’ શ્રી રીનાબેન પરમારને ગુજરાત સરકારનાં મહિલા અને બાળવિકાસ વિભાગની સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૦/૨૧માં કામગીરી માટે  ‘માતા યશોદા સન્માન’ એનાયત થયેલ છે.

સિહોર તાલુકામાં ઈશ્વરિયાનાં ઈશ્વરપુર વિસ્તારની આંગણવાડી કેન્દ્ર ૩નાં આ સંચાલક અને તેડાગર દ્વારા વર્ષ ૨૦૨૦/૨૧ દરમિયાન સાર્વત્રિક બિમારીનાં સમયગાળામાં આંગણવાડી તેમજ ગામ માટે સરકારનાં આરોગ્ય જાગૃતિ સંબંધી કાર્યોમાં વિશેષ ફરજ નિભાવી હતી.

પાલિતાણા વિધાનસભા વિસ્તારનાં યોજાયેલ નારીશક્તિ વંદના કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી અંકિતભાઈ પટેલ, પાલિતાણા તાલુકા વિકાસ અધિકારી શ્રી શ્વેતાબેન ત્રિવેદી, સિહોર તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રીતિબેન ઠાકોરની ઉપસ્થિતિમાં સન્માન એનાયત થયાં છે.

Follow Me:

Related Posts