ઈશ્વરિયા ગામે ત્રિવિધ રીતે થઈ ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવણી
‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવણીમાં ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા દ્વારા ત્રિવિધ રીતે આયોજન થયું.સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ‘ધરતીના છોરું’ અભિયાન તળે તિરંગા સાથે સિંહ યાત્રા અને રક્ષાબંધન દ્વારા સિંહ પ્રત્યેની લાગણી દર્શાવતો ઉપક્રમ યોજાયો.
સિહોર તાલુકાના સિંહ દિવસ સહસંયોજક શ્રી મૂકેશ પંડિતની ઉપસ્થિતિ સાથે ઈશ્વરિયા માધ્યમિક શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ ભટ્ટ તથા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ અને શિક્ષકગણના સંકલન સાથે ‘સિંહ દિવસ’ મનાવાયો. ‘ધરતીના છોરું’ અંતર્ગત સિંહ સુરક્ષા કામના હેતુ શિક્ષકો શ્રી પ્રકાશભાઈ પંચાલ તથા શ્રી કીર્તિભાઈ ચૌહાણ અને શ્રી નીતેશભાઈ જોષીના સંકલન સાથે રક્ષાબંધન પણ કરાયેલ. આમ, તિરંગા સાથે સિંહયાત્રા અને રક્ષાબંધન ત્રિવિધ આયોજન સાથે સિંહ પ્રત્યે આદર લાગણી વ્યક્ત કરવામાં આવી.
Recent Comments