અમરેલી

ઈશ્વરિયા શાળાના બાળકો દ્વારા ખાખરા બીજ વાવેતરની શરૂ થઈ ઝુંબેશ

ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ખાખરા બીજ વાવેતરની શરૂ થઈ ઝુંબેશ

‘ધરતીના છોરું’ અભિયાન અંતર્ગત ગ્રામજનો દાતાઓનો મળ્યો સહયોગ 

ઈશ્વરિયા શનિવાર તા.૧૫-૭-૨૦૨૩

ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ખાખરા બીજ વાવેતરની ઝુંબેશ શરૂ થઈ છે. સમન્વય સંઘના સંકલન સાથે ‘ધરતીના છોરું’ અભિયાન અંતર્ગત ગ્રામજનો દાતાઓનો સહયોગ મળ્યો છે.

પર્યાવરણ અને પ્રદૂષણ માટે સર્વત્ર ચિંતા રહેલી છે, ત્યારે બાળકો તેના પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ જાગૃત રહે તે માટે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા ‘ધરતીના છોરું’ અભિયાન ચાલી રહેલ છે. 

સમન્વય સંઘ ઈશ્વરિયાના સંકલન સાથે આ વર્ષે ગ્રામજનો દાતાઓનો સહયોગ મળ્યો છે જેમાં ‘ધરતીના છોરું’ અભિયાન અંતર્ગત ખાખરા બીજના વાવેતરની ઝુંબેશ શરૂ થઈ છે.

શાળામાં આ અભિયાનમાં શ્રી મૂકેશકુમાર પંડિત સાથે જોડાયેલ શિક્ષક શ્રી પ્રકાશભાઈ પંચાલ તથા શ્રી વિનોદભાઈ બાબરિયાના આયોજનમાં વિદ્યાર્થીઓને પ્રાસંગિક વાત સાથે ખાખરા બીજ વિતરણ કરાયેલ જેનું ખેતર વાડીના શેઢા પર તેમજ ગામના ગોંદરે તેમજ રસ્તા બાજુ વાવેતર કરવામાં આવી રહ્યું છે. 

આ બીજ વિતરણ દરમિયાન શિક્ષિકાઓ શ્રી ભૂમિકાબેન પંચાલ, શ્રી મનીષાબેન મહેતા તથા શ્રી દિપ્તીબેન વાઘેલા જોડાયેલા હતા.

Related Posts