આનંદ મહિન્દ્રા ઈસ્ટ ઈન્ડિયા કંપની વિશે વાયરલ ટિ્વટર થ્રેડનો જવાબ આપી રહ્યા હતા જે એક સમયે ભારત પર શાસન કરતી હતી અને જે બ્રિટિશ સંસ્થાનવાદનો પર્યાય બની ગઈ હતી. હવે સમય બદલાયો અને આઝાદીના દાયકાઓ પછી ભારતીય મૂળના ઉદ્યોગપતિ સંજીવ મહેતાએ ખરીદ્યો. મહિન્દ્રા ગ્રુપે બાદમાં આ કંપનીમાં નાનો હિસ્સો ખરીદ્યો હતો. આનંદ મહિન્દ્રા કહે છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભારતીય હાથમાં જાેવી ઉત્સાહ ભર્યુ હતું. ટિ્વટર થ્રેડમાં લેખક અને ટેક નિષ્ણાત જસપ્રીત બિન્દ્રાએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો સંક્ષિપ્ત ઈતિહાસ આપ્યો છે.
તેમણે ૨૧મી સદીની શરૂઆતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ખરીદનાર વેપારી વિશે જણાવ્યું. તે મુંબઈમાં જન્મેલા ઉદ્યોગપતિ સંજીવ મહેતાએ ખરીદ્યું હતું, જેમની સાથે જસપ્રીત બિન્દ્રાએ તાજેતરની મીટિંગ પછી ટિ્વટર પર એક થ્રેડ શરૂ કર્યો હતુ. જસપ્રીત બિન્દ્રા લખે છે કે ઈસ્ટ ઈન્ડિયા એક બ્રિટિશ કંપની હતી, જે પાછળથી બ્રિટિશ સામ્રાજ્યના હાથમાં ગઈ. જઓ-સ્ટોક કંપનીની રચના ૧૬૦૦ માં થઈ હતી. કંપનીએ ભારતના મોટા ભાગના હિસ્સા પર કબજાે કર્યો હતો. અફીણ માટે થયેલા પ્રથમ યુદ્ધ પછી, તેણે દક્ષિણપૂર્વ એશિયા અને હોંગકોંગમાં પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું. ઉપરાંત પર્સિયન ગલ્ફમાં તેમના વેપારના સ્થળો અને વસાહતો જાળવી રાખી. બીજા ટ્વીટમાં તેણે લખ્યું કે હવે સીધું વર્ષ ૨૦૦૦માં આવો. જ્યારે ભારતીય ઉદ્યોગપતિ સંજીવ મહેતાએ દેશભક્તિના કારણે ૩૦-૪૦ માલિકોના હાથમાંથી ઈસ્ટ ઈન્ડિયા કંપની ખરીદીને ખરેખર તેને વૈભવી વ્યવસાયમાં ફેરવી દીધી. ધ ગાર્ડિયનમાં છપાયેલા લેખ મુજબ મહેતાએ ૨૦૦૫માં આખી કંપની ખરીદી લીધી હતી.
લેખમાં સંજીવ મહેતા કહે છે કે તમે એક ભારતીય હોવાની લાગણીથી વિચારો, કારણ કે વર્ષો પછી પોતાના પર શાસન કરતી કંપની ખરીદવાનો આનંદ કંઇ અલગ જ છે. જસપ્રીત બિન્દ્રાએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં મહિન્દ્રા ગ્રૂપના નાના હિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. આ ટિ્વટર થ્રેડનો જવાબ આપતાં, આનંદ મહિન્દ્રાએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની વાર્તા શેર કરવા બદલ જસપ્રીત બિન્દ્રાનો આભાર માન્યો. કહ્યું કે ભારતના ઈતિહાસને પલટાવવા માટે અમે ઉત્સાહિત છીએ, આખી વાત અહીં શેર કરવા બદલ આભાર. તે આગળ કહે છે કે આ કંપનીને ભારતીય હાથમાં જાેઈને તે કંઈક અલગ લાગણી અનુભવાય છે.ઈસ્ટ ઈન્ડિયા કંપની એક સમયે ભારત પર ઘણા વર્ષો સુધી શાસન કર્યુ હતું. પરંતુ ઇતિહાસ બદલાયો અને હવે તેની કમાન ભારતના હાથમાં છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ભારતના ઈતિહાસને ફેરવવામાં યોગદાન આપીને તેઓ ખૂબ ખુશ છે. આનંદ મહિન્દ્રાની કંપનીએ લગભગ એક દાયકા પહેલા ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં નાનો હિસ્સો ખરીદ્યો હતો.
Recent Comments