fbpx
ભાવનગર

ઈ-વે બિલ કાયદેસર હોવા છતાં ગાડી રોકનાર અધિકારીઓ નંબર પ્લેટ વિનાની ગાડીમાં આવ્યા હતા

સીજીએસટી ભાવનગરના અધિકારીઓએ રસ્તામાં ગાડી અટકાવી દસ્તાવેજાે ચકાસ્યા અને ગાડી જવા દીધી. નંબર પ્લેટ વિનાની જૂની કારમાં આવેલા અધિકારીઓએ પુનઃ સિહોર શ્રીઇલેકટ્રોમેલ્ટની બહાર આ ગાડી અટકાવી ગાડી સીજીએસટી ઓફિસે લઇ લેવા દબાણ કરતા ડ્રાયવરે તમામ ડોક્યુમેન્ટ આપ્યા. સવારે ૮ કલાકે રોકેલી ગાડીને સાંજે ૪ કલાકે મેમો આપ્યો અને તેમાં લખ્યુ કે ઇ-વે બિલ નથી, તેથી ઇ-વે બિલ તો છે તેવું જણાવતા સીઝર નોટ પ્લાન્ટની બહાર ચીપકાવી અધિકારીઓ જતા રહ્યા હતા.

બીજી તરફ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અંકલેશ્વરથી સ્ક્રેપ ભરેલી ગાડીમાં મામસા માલ ઉતારવાનું જણાવ્યુ છે પરંતુ માલ સિહોર લઇ જવાતા કાર્યવાહી કરાઇ રહી છે. સ્ક્રેપ ટ્રેડર્સ સાથે જે બનાવ બન્યો છે તેની અમારા સંલગ્ન તમામ એસોસિએશન સાથે ચર્ચાઓ કરી રહ્યા છીએ, ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવશે. ભાવનગરના સીજીએસટીના અધિકારીઓએ કરેલા વર્તન અંગેનો વીડિયો સમગ્ર ગુજરાતમાં વાયરલ થતા ઉચ્ચકક્ષાએ તેની નોંધ લેવાઇ રહી છે. એફ.એસ.કોર્પોરેશનના શબ્બર હરિયાણીના જણાવ્યા પ્રમાણે તેઓએ અંકલેશ્વરથી ૧૫ ટન સ્ક્રેપની ગાડી મંગાવી અને સિહોર શ્રીઇલેકટ્રોમેલ્ટમાં સપ્લાય કરી હતી. ગાડીની સાથે ઇન્વોઇસ અને ઇ-વે બિલ નિયમાનુસાર હતા.

Follow Me:

Related Posts