ઉંઝા જૂનાગઢ એસ ટી બસના ચાલુ બસે પાછળના બે ટાયર નિકળી ગયા
મહેસાણાના ઉંઝા એસટી ડેપોની બસનું ચાલુ બસે ટાયર નિકળી જતા અનેક સવાલો ઉઠ્યા છે. ઉંઝા જૂનાગઢ એસ ટી બસના ચાલુ બસે પાછળના બે ટાયર નિકળી ગયા હતા. જાે કે સદનશીબે કોઈ જાનહાની થઈ નથી અને મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ બસ ઉંઝાથી જૂનાગઢ જઇ રહી હતી ત્યારે વિરપુર નજીક દુર્ઘટના ઘટી હતી. ઉંઝા ડેપોની લાપરવાહીથી મુસાફરોના જીવ જાેખમમાં મુકાયા હતા.સલામત કહેવાતી એસટી બસની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠ્યા છે.
Recent Comments