ગુજરાત

ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા તાપીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા

હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હોવાના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. સતત ૧૫ દિવસથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમના ૪ દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે. ડેમનું પાણી તાપી નદીમાં છોડાતા સપાટી વધી શકે છે. જેના પગલે તાપીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. બીજી તરફ દાહોદ જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માછણ ડેમ છલોછલ ભરાયો છે. માછણ ડેમમાં ૯૨ ટકાથી પાણીની આવક થઈ છે. કોઈ પણ સમયે માછણ ડેમ છલકાય તેવી શક્યતા છે. માછણ ડેમની પૂર્ણ સપાટી ૨૭૭.૬૪ મીટર છે. જ્યારે હાલ માછણ ડેમનું જળસ્તર ૨૭૭.૨૦ મીટર છે. જાે કે નીચાણવાળા વિસ્તારના ૭ ગામોને એલર્ટ કરાયા છે.

Related Posts