સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે પ્રાથમિક શાળાની પાછળના ભાગે શાળાના બાળકો અવારનવાર રમતાં તસવીરમાં જોઈ શકાય છે. આ વિસ્તારમાં પીજીવીસીએલના વાયર કેટલી હદે લુઝ તેમજ થાંભલેથી વાયરીંગ પણ આપ તસવીરમાં જોઈ શકો છો. ક્યારેય પણ આ બાળકો જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા આ સંદર્ભે તાત્કાલિક અસરથી બાળકો જોખમમાં ન મુકાય તેની કાળજી લેવાય તે માટે ઘટતી કાર્યવાહી કરવી જોઈએ એવું લોકો દ્વારા ચર્ચાય છે. તેમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.
ઉજળું ભવિષ્ય જોખમમાં મુકાય તેવી સંભાવના નિવારવા તંત્ર દ્વારા ઘટતી કામગીરી કરવી ઇચ્છનીય.

Recent Comments