વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો મુખ્ય હેતુ સરકારૂ યોજનાઓની પહોંચ ૧૦૦ ટકા કરવાનો છે. ભાવનગરના ખેડૂતવાસ ના રેહવાસી શ્રીમતી રીનાબેન પરમાર ને ઉજ્જ્વલા યોજના નો લાભ મળી રહ્યો છે. ઉજ્જ્વલા યોજના અંતર્ગત LPG ગેસ સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત ૧ LPG ગેસ સિલિન્ડર વિનામૂલ્યે અને તદુપરાંત ૩૦૦ રૂપિયા સબસિડી પેટે આપવામાં આવે છે. આ યોજનાના લાભાર્થી ને ૧૦ લાખનો સુરક્ષા વિમો પણ આપવામાં આવે છે.ઉજ્જ્વલા યોજના થકી શ્રીમતી રીનાબેન પરમારનું જીવન વધુ સરળ થયું છે જે બદલ તે સરકારશ્રી નો આભાર વ્યક્ત કરે છે.
Recent Comments