fbpx
ગુજરાત

ઉડતા ગુજરાત……અંકલેશ્વર પાસેથી ૨.૭૧ લાખના એમડી ડ્રગ્સ સાથે ઈસ્મ ઝડપાયો

ભરૂચ એસઓજી પોલીસ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી રીઝવાન અબ્દુલ સતાર સૈયદ, સુરીફ ઉર્ફે સદામ ઐયુબ ચૌહાણ તથા એમ.ડી. ડ્રગ્સ લાવનાર આરોપી સાદાબોદિન ઉર્ફે સાદાબ સીરાજુદિન શેખને ૨.૭૩ લાખની કિમતના ૨૭ ગ્રામ ૩૮૦ મિલી ગ્રામ એમ.ડી.ડ્રગ્સ તેમજ એક કાર મળી કુલ ૫.૩૦ લાખની મત્તા કબજે કરવામાં આવી હતી. આ ડ્રગ્સ મોહમદ અલ્તાફ ઉર્ફે સલ્લુ કડોદરાવાળા નામના ઇસમ પાસેથી લાવ્યું હોવાનું આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. ભરૂચ એસઓજી પોલીસે સુરત એસઓજી પોલીસ સાથે સંકલન સાથે આરોપી બાબતની માહિતી આપી હતી.

આ બનાવમાં તપાસ કરી રહેલી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ડ્રગ્સનો જત્થો આપનાર ઇસમ મોહમદ અલ્તાફ ઉર્ફે સલ્લુ કડોદરાવાલા ઇસમનું સાચું નામ મોહમદ અલ્તાફ ઉર્ફે સલ્લુ કડોદરાવાળો અબ્દુલર સતાર શેખ અને તે લાલગેટ સ્થિત આઈપીમિશન સ્કુલ પાસે આવનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેની ધરપકડ કરી હતી. પોતે મુંબઈ ખાતેથી ચોરી છુપીથી ડ્રગ્સ લાવી છૂટકમાં વેચાણ કરતો હોય અને આજથી બે મહિના પહેલા ભરૂચ ખાતે રહેતા હતાં. તેના ઓળખીતા બે મિત્રોને ડ્રગ્સ આપ્યું હતું. પરંતુ તેઓ બંને ભરૂચ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. અને તે કેસમાં આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. જેથી તે ઘરેથી નાસી ગયો હતો. આ બનાવમાં પોલીસે અન્ય કોણ કોણ સામેલ છે. તે અંગેની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની હદમાંથી પકડાયેલા એમ.ડી. ડ્રગ્સ મામલામાં સપ્લાયરને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts